CR Patil rally

રાજપીપલા માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) નો ભવ્ય રોડ શો રોડ શો બાદ જંગી જાહેરસભા. ને સંબોધન

cr patil

CR Patil: વિકાસ ના નામે મત આપવા અપીલ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૧ ફેબ્રુઆરી:
નર્મદા જિલ્લા વડા મથક રાજપીપલા ખાતે આજે (CR Patil) ભાજપ સ્ટાર પ્રચારક સી આર પાટીલ નું ચૂંટણી પ્રચાર અર્થે આગમન થતા બીજેપી આગેવાનો અને કાર્યકરો એ. રોડ શો દરમ્યાન તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું બાદ માં જિન કમ્પાઉન્ડ ખાતે એક જાહેર સભા ને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે (CR Patil) જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાફ થઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું રાજપીપળા માં રેલી નહીં પરંતુ રેલો જણાયો હતો. ભાજપે લોક સમર્થન પ્રાપ્ત કર્યું છે.

Whatsapp Join Banner Guj

મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ નૉ સફાયો થશે. કોંગ્રેસ ના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે ઓવેસી તો રિટર્ન ટિકિટ છે. કોંગ્રેસ ડૂબી જવાની છે. બીટીપી હવૅ વિધાનસભા ની ચૂંટણી જીતશે નહીં. 100 પાપ પુરા થયા હવૅ હિસાબ થશે ભાજપે સત્તામેળવી સેવા કરી છે. જેનું ઉદાહરણ સાંસદ મનસુખવસાવા છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર લોકોની ચિંતા કરે છે. જયારે કોંગ્રેસ લોકોને વફાદાર રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત નું મોડેલ દિલ્હી લઈ ગયા અને સાકાર કર્યા કોંગ્રેસના પેન્ડિગ કામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરા કર્યા. રામ મંદિર નૉ વાયદો પણ પૂર્ણ થયો. કોંગ્રેસ મજાક કરતી હતી પણ ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર કયારે પૂર્ણ થશે તે પણ જણાવ્યું.

Rally rajpipla

કોંગ્રેસ દ્વારા વિખવાદ કર્યોં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમર્થ હતી. પરંતુ રામ મંદિરમાં સો સામેલ થાય લોકો દાન નહીં મંદિર નિર્માણ માટે સહયોગ આપેલ છે. 370ની કલમ દૂર કરવાનું પણ વચન નિભાવ્યું. કોંગ્રેસ દ્વારા ખૂબ ડરાવવા ના પ્રયાસો કરાયા પરંતુ નરેન્દ્ર મોદી મક્કમ રહ્યા 35a દૂર થતા કાશ્મીર નૉ વિકાસ શક્ય બન્યો છે. કાશ્મીર ના લોકોને વિકાસ ની તમામ તકો હવે મળી રહ્યા છે. કાશ્મીરી કન્યાને લગ્ન અંગે મુક્તિ મળી. આ બધા કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યા. દુનિયામાં સૌથી ઉંચી સરદાર પટેલ ની પ્રતિમા બનાવી. જેથી લાખો યુવાનોને રોજગારી મળી હવે સૌથી વધુ પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લે છે.

cr patil

નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો માટે કામ કરે છે. કુદરતી આફત સમયે ખેડૂતોને વળતર ની યોજના ઉભી કરી કુદરતી આફત ની નુકશાની ની રકમ સીધા ખાતામાં જમા થાય. ખેડૂતોએ ધક્કા નહીં ખાવાના કે કોઇ વચેટિયા નહીં. 375 જેવી યોજના અમલમાં છે. છેવાડા ના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર અને ગુજરાત સરકાર પહોંચી ગઈ છે. મહાનગર પાલિકા ની ચૂંટણી માં પેજ સમિતી અસરકારક કામ કરશે કોંગ્રેસ નૉ સફાયો થશે. નગરપાલિકા અને પચાયતની ચૂંટણી માં કોંગ્રેસનૉ સફાયો થશે.

નિયત સમય કરતા બે કલાક મોડી શરૂ થયેલ સભા ના પ્રારંભે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મંત્રી. નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા ,ગીતાબેન રાઠવા ઍ પ્રાસગિક પ્રવચન કર્યું હતું.

આ પણ વાંચો…નિયુક્ત રાજ્યસભા ના બિન હરીફ સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા (Dinesh Anawadia) આજે અંબાજી ની મુલાકાતે