wr corona

Corona report: ગુજરાત થી મહારાષ્ટ્ર જતા રેલ્વે મુસાફરો માટે કોવિડ – 19 ના રિપોર્ટ રાખવો ફરજિયાત

Corona report: ગુજરાત થી મહારાષ્ટ્ર જતા રેલ્વે મુસાફરો માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ રાખવો ફરજિયાત 

અમદાવાદ , ૧૯ એપ્રિલ: Corona report: મુસાફરી દરમિયાન કોવિડ -19 ના નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે.કોવિડ – 19 ના હાલના દૃશ્યને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ નવા દિશા – નિર્દેશો અનુસાર તાત્કાલિક અસરથી આગળની સૂચના મળે ત્યાં સુધી ગુજરાત થી મહારાષ્ટ્ર ટ્રેનમાં જવાવાળા મુસાફરોને તેમના ગંતવ્ય સ્ટેશન પહોંચ્યા પહેલા 48 કલાકની અંદર કરવામાં આવેલ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવું ફરજિયાત કરવામાં આવેલ છે.

મુસાફરી દરમિયાન અને સ્ટેશન પર (Corona report) નિર્ધારિત રીતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દરેકે સામાજિક અંતરના નિયમનું પાલન કરવું પડશે. મુસાફરોને તેમની આવશ્યકતા મુજબ સ્ટેશન પર ટેસ્ટ/ચેકઅપ કરવામાં આવશે. તમામ સ્ટેશન પર મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. જેથી મુસાફરોને વિનંતી છે કે, ટ્રેનના નિર્ધારિત સમય અગાઉથી પહોંચો જેથી ભીડ – ભાડ ને ટાળી શકાય.ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષા અને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

ભારતીય રેલ્વે દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) અનુસાર તમામ મુસાફરોએ સ્ટેશનો પર અને મુસાફરી દરમિયાન માસ્ક અથવા ફેસ કવર પહેરવું આવશ્યક છે. ફેસ માસ્ક ફક્ત તમારી જ નહીં, પણ તમારા સહ-મુસાફરોને પણ કોવિડ -19 ના ચેપથી સુરક્ષિત કરે છે. આ સંદર્ભમાં, રેલ્વે પણ રેલ્વે પરિસરમાં થૂંકવા સહિત સ્વચ્છતા ને અસર કરતી આવી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે.

કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્ટેશન પરિસરમાં અથવા ટ્રેનોમાં માસ્ક ન પહેરવાના કારણે, થૂંકવું અથવા અસ્વાથ્યકર / અસ્વસ્થ પરિસ્થિતિઓનું સર્જન કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે, જે આપણા જીવન / જન સ્વાસ્થ્યને વિપરિત અસર કરી શકે છે. તદનુસાર, રેલવે પરિસરમાં અને ટ્રેનોમાં થૂંકવું તથા સમાન પ્રકૃતિનાં કૃત્યો અટકાવવા અને તમામ વ્યક્તિઓ દ્વારા ફેસ માસ્ક / ફેસ કવર પહેરવાનું સુનિશ્ચિત કરવા માટે, ભારતીય રેલ્વે (રેલ્વે પરિસરમાં સ્વચ્છતા ને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમ,2012 અંતર્ગત આ વિષય માટે અધિકૃત રેલ્વે ઓથોરિટી દ્વારા રેલ્વે પરિસરમાં અને ટ્રેનોમાં માસ્ક ન પહેરતા લોકો પાસેથી 500 રૂપિયા સુધીનો દંડ લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ સૂચના આગામી સૂચના સુધી છ મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે.

ADVT Dental Titanium

મુસાફરોને હેલ્થ એડવાઇઝરી અને ગંતવ્ય રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકા વિશે પૂરતી માહિતી મેળવવા અને તેમના પાલનની ખાતરી કરવા વિનંતી છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીના સંદર્ભમાં નિર્ધારિત પ્રોટોકોલ મુજબ જ તેમની રેલ્વે યાત્રા સુનિશ્ચિત કરે.

આ પણ વાંચો…પશ્ચિમ રેલ્વે રાજકોટથી સમસ્તીપુર(Rajkot to Samastipur) વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે