Ambaji School case

આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી

Ambaji School case 2

જેતવાસ ગામ ની સરકારી પ્રાથમીક શાળા માં આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી..તપાસ ટીમ પહોચી જેતવાસ..

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૩ ઓક્ટોબર: બનાસકાંઠા જીલ્લા માં દાંતા તાલુકા ના અંતરીયાળ વિસ્તારો માં ચાલતી શાળા માં લાંછન લગાડતી એક પછી એક ઘટના સામે આવી રહીછે કુંભારીયા ની કારમેલ ઈગ્લીશ સ્કુલ માં સંચાલકો ઘર્મ પરીવર્તન કરાવવાના આક્ષેપ, આદીવાસી લોકોના જમીન દબાવી લેવા ના આક્ષેપ ત્યાર બાદ હલે જેતવાસ ગામ ની સરકારી પ્રાથમીક શાળા માં આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી છે જેને લઈ ગ્રામજનો માં પણ શાળા ના આચાર્યા ને બદલવાની માંગ કરી રહ્યા છે ગ્રામજનો નુ કહેવુ છેકે શાળા ના આચાર્યા બેન પોતે હાજર ન રહેવા છતા મસ્ટર માં ખોટી હાજરી ભરી દે છે જે શાળા માં બાળકો પાસે થીજ સફાઈ નુ કામ કરાવવા માં આવે છે છે ને જો આચાર્યા બેન ને બદવામાં નહી આવે તો અમે આંદોલન કરીશુ તેવી ચીમકી સ્થાનિક રહેવાસી નાથાભાઈ ડુંગાઈચા એ ઉચ્ચારી છે

Ambaji School case

જોકે આ શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગેનાભાઈ પરમાર એ આક્ષેપ કર્યો છે કે જેતવાસ પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ પ્રસુતિની રજા પર જતા રહેલા તે વખતે નાણાંકીય ચાર્જ આપ્યા વગર જતા રહેલા ઈ.ચાર્જમાં આવતા શિક્ષકે પોતાના ખર્ચથી છ . માસ સુધી શાળા ચલાવેલ આ ખર્ચના રૂપિયા શિક્ષકે માંગ્યા ત્યારથી આ મેડમ ચાર્જ સંભાળેલ શિક્ષકને માનસિક ત્રાસ આપે છે . શાળામાં એસ.સી – એસ.ટી શિક્ષકોને તેમજ બાળકોમાં જાતી ભેદભાવ રાખવામાં આવે છે શાળાના શૌચાલયોમાં સફાઈ કામ બાળકો પાસે થી કરાવાવામાં આવે છે. ખર્ચના ખોટા બીલો મુકે ઉનાળુ વેકેશનમાં ગેર હાજર હોવા છતા શાળામાં હાજરી પત્રકમાં સહી કરી મસ્ટર સાથે ચેડા પણકરેલ છે ને શાલા નો મુખ્ય ગેટ તથા દિવાલ પણ તોડી પડાવી દેવા નો આક્ષેપ કરવામાં આવ્યો છે

જોકે આ બાબતે ઉચ્ચકક્ષા એ થયેલી રજુઆત ના પગલે શાળા મા ચાલતી ગૈરરીતીઓની તટસ્થ તપાસ થાય તેમાટે જીલ્લા ના અન્ય તાલુકાના ટીપીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા છે ને તમામ સાધનીક કાગળો ની ચીવટ પૂર્વક તપાસ હાથ દરવામાં આવી છે..જોકે આ સમગ્ર મામલે આ શાળા ના આચાર્ય મિત્તલબેન પટેલ એ તમામ આક્ષેપોને ફગાવતા શિક્ષક દ્વારા માનસીક ત્રાસ આપવાની વિભાગીય ફરીયાદ કરી છે ને દિવાલ અવે દરવાજો બોરવેલ ની ગાડી લાવવા માટે તોડવા માં આવ્યા હોવાનુ જણાવી રહ્યા છે

Ambaji school case 3

મહત્વ ની વાત તો એ છે કે હાલ માં કોરાના ની મહામારી ના કારણે છેલ્લા સાતેક મહીનાથી બંધ છે ને તેમ છતા આવા પ્રકાર ની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે આવી શાળાઓ માં આક્ષેપ પ્રતિ આક્ષેપબાજી ચાલી રહી છે ત્યારે સરકારે ફરી શાળાઓ નિયમીત ચાલુ થાય ચે પહેલા તટસ્થ તપાસ કરી ઘટતા પગલા લેવા જોઈએ જેથી બાળકો ના માનસ ઉપર ખોટી અસર ન થાય.

Advt Banner Header
loading…