JMC Gurugovind 2

જામનગરની ગુરુ ગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

JMC Gurugovind 2

રિપોર્ટ: જગત રાવલ
જામનગર, ૦૩ ઓગસ્ટ:સરકાર દ્વારા હાલ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગરમાં પણ બાળરોગના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા માતાઓમાં સ્તન દૂધ વિશે જાગૃતિ લાવવા માટે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

JMC Gurugovind

જેમાં ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબો, નર્સિંગ સ્ટાફ જોડાયો હતો અને હોસ્પિટલમાં દાખલ સગર્ભા બહેનોને સ્તનપાન ના મહત્વ અંગે હોસ્પિટલના સુપ્રીટેન્ડન ડો તિવારી એ માર્ગદર્શન આપ્યું હતું.

JMC Gurugovind 3