ભુજ – બરેલી સ્પેશિયલ (Bhuj Bareilly Bhuj) હવે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે

અમદાવાદ, ૩૦ જાન્યુઆરી: (Bhuj Bareilly Bhuj) પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 04322/04321 ભુજ-બરેલી-ભુજ અને ટ્રેન નંબર 04312/4311 ભુજ-બરેલી-ભુજ ટ્રેન સેવાઓ 28 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Bhuj Bareilly special train
bhuj bareilly Bhuj special

જેની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 04322/04321 Bhuj Bareilly Bhuj ભુજ – બરેલી – ભુજ ફેસ્ટિવલ સ્પેશ્યલ (32 ટ્રિપ)

ટ્રેન નંબર 04322 (Bhuj Bareilly Bhuj) ભુજ – બરેલી સ્પેશિયલ 01 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2021 સુધી સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે 18.05 વાગ્યે ભુજથી ઉપડશે અને બીજા દિવસે 20.30 વાગ્યે બરેલી પહોંચશે.

આવી જ રીતે, ટ્રેન નંબર 04321 બરેલી – ભુજ સ્પેશિયલ 01 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2021 સુધી બરેલીથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 06.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.50 વાગ્યે ભુજ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ગાંધીધામ, સામખિયાળી, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલ્ના, મારવાડ જંકશન, બેવર, અજમેર, કિશનગઢ, નારાયણા, ફૂલેરા, જયપુર, ગાંધીનગર, ગેટોરજગતપુરા, દૌસા, બાંદિકુઇ, રાજગઢ, અલવર, ખેરથલ, રેવારી, પટૌદિરોડ, ગારિ હરસારુ, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાહી રોહિલા, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, પીલખુવા, હાપુર, ગજરૌલા, અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલક સ્ટેશનો પર રોકાશે.ટ્રેન નંબર 04321 ભુજ – બરેલી માલાખેડા સ્ટેશન પર રોકાશે.

Whatsapp Join Banner Eng

2. ટ્રેન નંબર 04312/4311 ભુજ – બરેલી – ભુજ ફેસ્ટિવલ વિશેષ (24 ટ્રીપ)

ટ્રેન નંબર 04312 (Bhuj Bareilly Bhuj) ભુજ – બરેલી સ્પેશિયલ 2 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી 2021 સુધી ભુજથી દર મંગળવાર, બુધવાર અને શુક્રવાર 15.50 વાગ્યે દોડશે અને બીજા દિવસે 20.35 વાગ્યે બરેલી પહોંચશે.

પરત ટ્રેન નંબર 04311 બરેલી – ભુજ સ્પેશિયલ 02 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2021 સુધી બરેલીથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 06.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.00 વાગ્યે ભુજ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં ગાંધીધામ, સામખિયાળી, ધાંગધ્રા, વિરમગામ, અમલી રોડ, મહેસાણા, પાલનપુર, અબુરોડ, ફાલના, મારવાડ, જંકશન, સોજત રોડ, બેવર, અજમેર, કિશનગઢ, નારાયણા, ફુલેરા, જયપુર, ગાંધીનગર, ગોટેરજગતપુરા, દૌસા, બંદીકુઇ, રાજગઢ, અલવર, ખેરથલ, રેવારી, પાટોદીરોદ, ગઢી હરસારુ, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાહી રોહિલા, દિલ્હી જંકશન, ગાઝિયાબાદ, પીલખુઆ, હાપુર, ગજરૌલા, અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલક સ્ટેશનો પર રોકાશે.ટ્રેન નંબર 04311 ભુજ – બરેલી માલાખેડા સ્ટેશન પર રોકાશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…અંબાજી ની જનરલ હોસ્પિટલમાં (Ambaji Corona Vaccine) મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફ ને રસી આપવાની શરૂઆત કરવામાં આવી