Drol Murder Accused 2

જામનગર ધ્રોલના ફાયરિંગ કરી હત્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ

  • જામનગર ધ્રોલના ફાયરિંગ કરી હત્યા ચકચારી પ્રકરણમાં રાજકોટ આરઆર સેલ અને જામનગર એલસીબી ની મહત્વની કામગીરી
  • ફાયરિંગ કેસ ના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ કરી ૩ પિસ્ટલ કબજે કરાઈ: રિમાન્ડની કાર્યવાહી

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના ધ્રોલ માં ત્રિકોણબાગ જેવા ભરચકક વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી એક યુવાનની હત્યા નીપજાવાઇ હતી.
જે અત્યંત ચકચારી પ્રકરણમાં રાજકોટ આર.આર.સેલની ટીમે તેમજ જામનગર એલસીબીની ટીમ સહીત ની જુદી જુદી પાંચ એજન્સીઓએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર સહિત ૨ આરોપીઓને પકડી પાડયા છે, અને તેઓ પાસેથી ગેરકાયદેસર ત્રણ પિસ્ટલ કબજે કરી લીધી છે, અને વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Drol Murder Accused 3

આચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ માં ત્રિકોણબાગ જેવા ભરચક વિસ્તારમાં ગત ૬.૩.૨૦૨૦ ના બપોરના સમયે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજા નામના યુવાન પર સરાજાહેર ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવવામાં આવી હતી.
જે હત્યા પ્રકરણમા જામનગરના અનિરુદ્ધસિંહ સોઢા અને મુસ્તાક રફીક પઠાણ ઉપરાંત બે શાર્પ શૂટરો અજીત વિરપાલસિંઘ ઠાકોર અને અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામ ઠાકોર સામે પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખૂન કરવા અને હથિયાર ધારા ભંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી.

જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એવા ઓમદેવસિંહ ગણપત સિંહ જાડેજા, અને તેનો સાગરીત નરેન્દ્રસિંહ જાડેજા કે જેઓ ધ્રોલ તાલુકાના હાડાટોડા ના વતની છે જેઓ ફરાર થઈ ગયા હતા.
મુખ્ય સૂત્રધાર રામદેવસિંહ જાડેજા અને તેનો સાગરીત નરેન્દ્રસિંહ જાડેજા જે બંને સામે જામનગરની અદાલતમાં થી કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ મેળવ્યું હતું. ઉપરાંત બંને સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યુ કરાવાઈ હતી.

Banner City 1

જે બંને ફરારી આરોપીઓને ટ્રેસ કરવા માટે ઇન્ટેલિજન્સ તેમજ સાયન્ટિફિક ઈન્ટેલીજન્સ અને રાજકોટ સાયબર સેલ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત રાજકોટ આર.આર.સેલની ટીમ જામનગરની એલસીબીની ટીમ સહિત જુદી જુદી પાંચ જેટલી એજન્સીઓ દ્વારા તપાસનો દોર આગળ ધપાવી જામનગર રાજકોટ થી ચોટીલા પાસે આવી રહેલા મુખ્ય સૂત્રધાર રામદેવસિંહ ગણપત સિંહ જાડેજાને ચોટીલા જસદણ પાસેથી પકડી પાડ્યો હતો.સાથોસાથ તેના સાગરીત નરેન્દ્રસિંહ જાડેજા ને પણ ઝડપી પાડયો હતો. બંને આરોપીઓ ચોટીલા થી જસદણ તરફ ભાગી જવાની પેરવી કરી રહ્યા છે, તેવી બાતમીના આધારે જુદી જુદી તમામ એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ બન્ને આરોપીઓને પકડી પાડયા હતા. અને સૌ પ્રથમ રાજકોટ લઈ આવવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત બન્ને શખ્સોના ગેરકાયદેસર હથિયાર એવી પિસ્ટલ અને મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. અને બન્નેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

loading…

આ પ્રકરણમાં હજુ રોહિતસિંહસિંગ રામપ્રસાદસિંગ ઠાકુર નામનો પરપ્રાંતીય શખ્સ કે જેને ફરારી જાહેર કરાયો છે. જેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવા મા આવી રહીં છે. અગાઉ આ પ્રકરણમાં ચાર આરોપીઓ પકડાઇ ચૂક્યા હતા, જે પૈકી આજે વધુ બે પકડાયા છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચલાવાઈ રહી છે. તેઓ પાસેથી મળી આવેલા હથિયારો બાબતે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ થઈ રહી છે.