Ship Breking

જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી

Ship Breking

સૌરાષ્ટ્ર માં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે

૨૨ ઓગસ્ટ,ગાંધીનગર:જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર માં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું જામનગર જિલ્લામાં આકાર પામશે આંતર રાષ્ટ્રીય ઘારા ધોરણો મુજબનું નવું અલંગ

સચાણા નો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસ ના વિસ્તારો માં હજારો લોકો ને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ની તકો ખુલશે હવે મોટા અને વિશાળ જહાજો અલંગ માં અને નાના મધ્યમ કદ ના જહાજો સચાણા માં શિપ બ્રેકિંગ માટે આવશે લાંબા સમય થી નાના અને મધ્યમ કદના જહાજો ના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાનો મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ નો નિર્ણાયક અભિગમ

CM Rupani speech edited

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ એ સચાણા ની જમીન ની હદ અંગે ના વિવાદ નો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટી ની રચના કરવાની કરેલી પહેલ ના ફળદાયી પરિણામ રૂપે 2012 થી બંધ પડેલી સચાણા ની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે કોરોના વાયરસ ની સ્થિતિમાં લોક ડાઉન ને પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયો ને આર્થિક વિપરીત અસર પડી છે તેવા સંજોગો માં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરશે

મુખ્ય મંત્રીશ્રીના આ દૂરોગામી નિર્ણય થી દેશ વિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણા માં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ને કસ્ટમ જીએસ ટી સહિત નું હૂંડિયામણ મળતું થશે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ થી સર્વોત્તમ ગુજરાત ની મુખ્યમંત્રીશ્રી ની નેમ સાકાર કરવાની દિશામાં એક નવું સીમા ચિન્હ પ્રસ્થાપિત થશે

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ