Awarness

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કલાણા ગામમાં ડેપ્યુટી કલેકટરશ્રી, મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી તથા પી.એસ.આઈ. શ્રીની ઉપસ્થિતિમાં કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ઉષાબેન ચગ, મહેશભાઈ પરમાર અને બી.એમ.દેલવાડિયા દ્વારા કલાણા ગામમાં અંદાજે ૧૦૭ જેટલા  સુપર સ્પ્રેડર વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરવામાં આવ્યા હતાં. જેમાંથી પાંચ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ આયુર્વેદનું મહત્વ સમજે તે માટે આયુર્વેદિક ઉકાળા તેમજ માસ્ક વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યમાં ગ્રામજનોએ ઉમળકાભેર સહકાર આપ્યો હતો.

Advt Banner Header