Sangita macwan 2

Anand General Hospital: આણંદ જનરલ હોસ્પિટલના નર્સ સંગીતા મેકવાને ૨૬૦૦ નાગરિકોને રસી મૂકી કોરોના કવચથી સુરક્ષિત કર્યા

આણંદ જનરલ હોસ્પિટલના (Anand General Hospital) આરોગ્ય કર્મયોગી સ્ટાફ નર્સ સંગીતા મેકવાને ૨૬૦૦ નાગરિકોને રસી મૂકી કોરોના કવચથી સુરક્ષિત કર્યા

  • આણંદ જિલ્લામાં કર્મયોગી આરોગ્ય સેવકો છેલ્લા દોઢ મહિનાથી સતત રસી મૂકી રહ્યા છે

આણંદ, ૦૨ એપ્રિલ: સંગીતા મેકવાન આણંદની જનરલ હોસ્પિટલમાં (Anand General Hospital) નર્સિંગ સિસ્ટર તરીકે એક અનોખા સેવા યજ્ઞમાં કર્મયોગની આહુતિ આપી રહ્યાં છે.આ યજ્ઞ છે લોકોને કોરોના સામે સલામતી આપવાનો અને તેમની આહુતિ છે કોવિશિલ્ડ રસી મૂકવાની. સંગીતા મેકવાને અત્યાર સુધીમાં લગભગ ૨૬૦૦ થી વધુ લોકોને રસી મૂકી કોરોના કવચથી તેમને સુરક્ષિત કર્યા છે. તેઓ હજુ રોજેરોજ રસીઓ મૂકી એમનો રસી મૂકવાનો આંક વધારતાં જ જાય છે.

ADVT Dental Titanium

આણંદ જિલ્લા સહિત (Anand General Hospital) રાજ્યના સંખ્યાબંધ આરોગ્ય કેન્દ્રોમાં સેંકડો નર્સિંગ બ્રધર્સ અને સિસ્ટરસ રોજેરોજ હજારો લોકોને રસી મૂકીને લોક આરોગ્ય રક્ષા માટે રસીકરણ કામગીરી કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે છેલ્લા દોઢ મહિનાથી સતત રસી મૂકવામાં આવી રહી છે.રવિવાર અને તહેવારની રજાઓ ભૂલી ને અમે રસી મૂકી રહ્યાં છે.અને તેઓ એટલા તો હળવા હાથે રસી મૂકે છે કે સોય ભોંકે તો ખબર જ પડતી નથી. આ કર્મયોગીઓ સાવ મૌન રહીને લોકોને કોરોના સામે આરોગ્ય રક્ષક કવચ પુરૂ પાડી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

તબીબી અધિકારી ડો. પંડ્યા જણાવે છે કે અમારી જનરલ હોસ્પિટલમાં રસીકરણની (Anand General Hospital) સફળતાનું શ્રેય આ નિસ્વાર્થ કર્મયોગીઓના ફાળે જાય છે.અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ૫૦૦૦ થી વધુ લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે.

આ પણ વાંચો…12-15 વર્ષના બાળકો માટે આવી ગઈ કોરોના વેક્સિન, ફાઇઝરે(Pfizer Covid vaccine) કહ્યું- 100 ટકા અસરકારક