Kargil jawan corona

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

  • કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક
  • કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ
Amitsinh chauhan
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
સિનિયર સબ એડિટર

કારગિલ યુધ્ધના મેદાનમાં દુશમન ટોચ પર હતો. છતાં પણ તેને અત્યાઘુનિક ઉપકરણોની મદદથી જોઇ શકાતો તેના પર પ્રહાર કરી શકાતો હતો…આજે કોરોના સામેની જંગમાં કોરોના નામનો દુશ્મન શરીરના કોઇ પણ ખૂણે આક્રમણ કરી ઘર કરી જાય છે. ક્યારેક હાલના ઉપકરણ વડે પણ તેને શોધવો મુશકેલ બને છે. દવાઓ દ્વારા તેના પર કાબૂ મેળવવો અત્યંત પડકરાજનક બની રહે છે.

કારલિગલ યુદ્ધના લડવૈયા દિનેશકુમાર પુરોહિત તે વખતના સંસ્મરણો યાદ કરતા કહે છે કે આ યુદ્ધમાં મારી કામગીરી સૈનિકોને રસદ પહોંચાડવાની હતી.અમારા બાહોશ સૈનિકોને હથિયારો અન્ય શસ્ત્રગારને લગતા સામાન, ખાવા-પીવાની સામગ્રીની આપૂર્તિ કરવાનું કામ મારૂ હતુ. એ કામગીરી વચ્ચે શહીદી વહોરેલા અમારા ભાઇઓના મૃતદેહ જોઇને ઘણું દુ:ખ અનુભવાતુ હતુ. પરંતુ બીજી જ ક્ષણે ફરીથી યુધ્ધમાં ફતેહ હાંસલ કરવાની દિશામાં લાગી જતા. કોઇપણ તબક્કે દુશ્મનને ધૂળ ચટાડી તેને કારમી હાર આપવી એ જ અમારો લક્ષ્ય હતો.

Kargil civil 2

કારગિલ જંગના મેદાનમાં વિજયી બનેલા આજે કોરોના સામેની જંગમાં પણ જ્યારે પોતે સંક્રમિત બન્યા છે ત્યારે ફરીવખત એ જ જોમ અને જુસ્સા સાથે ધૈર્યરૂપી હથિયાર વડે કોરોનાને લડત આપી રહ્યા છે. તેમને દ્રઢ વિશ્વાસ છે કે કોરોના સામેની જંગમાં પણ તેઓ ચોક્કસપણે ફતેહ હાંસલ કરશે..

સિવિલ હોસ્પિટલમાં સારવાર ખૂબ જ શ્રેષ્ઠ છે. અહીના તબીબો સારવારની સાથે સંવેદનશીલતા પણ દાખવે છે. પરિવારથી વિખૂટા રહી સારવાર લઇ રહેલા દર્દીઓને પ્રેમ, હૂંફ પણ મળી રહે છે. અહીના પેરામેડિકલ સ્ટાફ, પેશન્ટ અટેન્ડેન્ટની સેવા-સુશ્રુષા પણ શ્રેષ્ઠ છે. સમગ્ર ભારતભરમાં સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની સેવાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ શ્રેષ્ઠ છે તેવું કહેવામાં કંઇ અતિશ્યોક્તિ નથી. સિવિલ હોસ્પિટલની સેવા-સુશ્રુષાના કારણે મારામાં નવઉમ્મીદ જાગી છે તેવું શ્રી પુરોહિતે ઉમેર્યુ હતુ.

Kargil civil 3

કારગિલ યોદ્ધાની સારવાર કરી રહેલા કોરોના યોદ્ધા ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે દિનેશકુમારે લાંબા સમય સુધી દેશ સેવા કરી છે. આજે જ્યારે આ પૂર્વ સૈનિક કોરોના નામના દુશમનથી સંક્રમિત થયા છે ત્યારે ગમે તે ભોગે આ પૂર્વ સૈનિકને બચાવવા અમે સંક્લપબધ્ધ છીએ. દિનેશભાઇ સામાન્ય શરદી ઉધરસની તકલીફ લઇ કોરોનાના લક્ષણો સાથે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સમય જતા લોહીની તપાસ કરાવતા સ્થિતિ ગંભીર જણાઇ આવી. શ્વાસ લેવામાં પણ તકલીફ વધતા તેમને ત્વરિત ટોસીલીઝુમેબ ઇન્જેકશન આપી સારવાર કરવામાં આવી. હાલ તેઓ સ્વસ્થ છે. અમને પુરતો વિશ્વાસ છે કે કાગરિલ યુધ્ધની જેમ જ કોરોના સામેના યુધ્ધમાં પણ તેઓ વિજયી બનીને ઘરવાપસી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે કારગિલ યુધ્ધને ૨૧ વર્ષ પુર્ણ થયા છે. ૬૦ દિવસથી વધારે ચાલેલા કારગિલ યુધ્ધમાં ઘણા બાહોશ સૈનિકોની બહાદૂરી,બલિદાનથી આખરે ૨૬મી જુલાઇના રોજ ટાઇગર હિલ પર આપણા સૈનિકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને પાકિસ્તાની દુશ્મનોને કારગિલ યુધ્ધમાં મ્હાત આપી હતી. જેની યાદમાં જ આજ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આજે કારગિલ સેક્ટરમાં અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વિશેષ ઉજવણી કરાય છે. સાથે જ ભારતના પ્રધાનમંત્રીશ્રી દર વર્ષે આજના દિવસે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સાથે સૈનિકોને શ્રધ્ધાસુમન અર્પણ કરે છે.સશસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસને સન્માન સાથે યાદ કરવામાં આવે છે……