કેવડિયા કોલોની રેલ્વે સ્ટેશન ની ખાનપાન,સિકયોરિટી,હાઉસકિપિંગ જેવી સેવાઓ સ્થાનિકો ને ફાળવો: મનસુખ વસાવા

કેવડિયા કોલોની માં શરુ થનાર રેલવે સ્ટેશન. પર વિવિધ સેવા ઓ માં સ્થાનિક બેરોજગારો ને લાભ આપવા સાંસદ ની રજુઆત.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૨ નવેમ્બર: કેવડિયા કોલોની ખાતે શરુ થનાર રેલસેવા માં. રેલ્વે સ્ટેશન ની વિવિધ સેવાઓ સ્થાનિક બેરોજગારો ને ફાળવવા સાંસદ મનસુખ વસાવા એ રેલમંત્રી સમક્ષ રજુઆત કરી છે. સંસદસભ્ય એ લખેલા પત્ર માં માંગણી મુજબ કેવડિયા કોલોની માં વિશ્વ્ ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રોજેક્ટ ને કારણે આ વિસ્તાર ટુરિસ્ટ હબ બની રહ્યું છે અને વિશ્વભર ના પ્રવાસીઓ અત્રે પ્રવાસે આવનાર હોય કેન્દ્ર સરકાર અહીં. રેલસેવા શરુ કરનાર છે. ત્યારે રેલ્વે સ્ટેશન પણ અદ્યતન બની રહ્યું છે.

whatsapp banner 1

તે સંજોગો માં સ્ટેશન પર ખાનપાન ના સ્ટોલ. સિક્યુરિટી સેવા વગેરે સ્થાનિક બેરોજગારો ને ફાળવવા માંગણી કરવા માં આવી છે આમ સંસદ સભ્ય એ ફરી એકવાર સ્થાનિક બેરોજગારી નો મુદ્દો ઉઠાવ્યો છે