22 સપ્ટેમ્બર થી ભુજ-દાદર વચ્ચે વિશેષ ટ્રેન ચાલશે

Bhuj Station 1 edited

અમદાવાદ,૨૦ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, 22 સપ્ટેમ્બર, 2020 થી ભુજ અને દાદર વચ્ચે પ્રતિદિન વિશેષ ટ્રેન ચલાવા માં આવશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે અને આગામી સૂચના સુધી ચાલશે.

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બર 2020 થી ટ્રેન નંબર 09116 ભુજ-દાદર સ્પેશિયલ ભુજ થી દરરોજ 22.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.50 વાગ્યે દાદર પહોંચશે. પરત માં ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ તારીખ 23 સપ્ટેમ્બર 2020 થી દરરોજ 15:00 કલાકે દાદર થી ઉપડશે અને બીજા દિવસે સવારે 07.00 વાગ્યે ભુજ પહોંચશે.

આ ટ્રેન ગાંધીધામ, ધ્રાંગધ્રા, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.આ વિશેષ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના રિઝર્વ કોચ ઉપલબ્ધ રહેશે.

આ ટ્રેનોનું રિઝર્વેશન 21 સપ્ટેમ્બર, 2020 થી નોમિનેટેડ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ થી શરૂ થશે.