JMC Ram mandir

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમિતિ જામનગરના નેજા હેઠળ સામાજીક સદ્દભાવ બેઠક યોજાઇ.

જામનગરના ખીજડા મંદિરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા શહેર ની અલગ અલગ જ્ઞાતિના પ્રમુખ મંત્રી અને આગેવાનો ની સદ્દભાવ બેઠક યોજવામાં આવી હતી.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૦ જાન્યુઆરી:
ખીજડા મંદિરના મહંત શ્રી પ.પૂ. કૃષ્ણમણી મહારાજના સાનિધ્ય માં યોજવામાં આવેલી આ સદ્દભાવ બેઠકમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ કાર્યક્રમ વિશે માહિતી સંઘના ધર્મેશભાઈ જેઠવા દ્વારા આપવામાં આવી હતી જ્યારે રામ જન્મભૂમિ ઇતિહાસ અંગે માહિતી કે.પી. શાહ લો કોલેજ ના આચાર્ય અને સંઘના વિભાગ સંપર્ક પ્રમુખ વિમલભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે ખીજડા મંદિર ના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ એ જણાવ્યું હતું કે માત્ર મંદિર નહીં પણ સંસ્કૃતિ નિર્માણ થઈ રહ્યું છે, ભવ્ય મંદિરના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું નિર્માણ કરી આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિ થી પરિચીત કરવાનું છે

આ કાર્યક્રમમાં શહેર ની વિવિધ જ્ઞાતિના આગેવાનો પ્રમુખો ઉપરાંત સંઘ ના જિલા સંઘચાલક મનોજભાઈ અડાલજા, નગર સંઘચાલક ડો.જ્ઞાનેન્દ્રસિંગ, શ્રી લક્ષ્મણ દેવજી મહારાજ ખીજડાંમદિર, વિશ્વ હિન્દુ પરિસદના ભરતભાઇ મોદી સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ, ભરતભાઇ ફલિયા શહેર અધ્યક્ષ, ભાસ્કરભાઈ મકવાણા, ધીરુભાઈ સાવલિયા અને વ્રજલાલભાઈ પાઠક વિગેરે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો….અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..