Shankar Chaudhari

16 બેઠકો માંથી શંકરભાઇ ચૌધરી ના 9 સભ્યો બિંનહરીફ

Shankar Chaudhari

બનાસડેરી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકરભાઇ ચૌધરી એ માસ્ટર સ્ટ્રોક રમ્યા હોય તેમ ફૂલ 16 બેઠકો માંથી શંકરભાઇ ચૌધરી ના 9 સભ્યો બિંનહરીફ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,૨૯ સપ્ટેમ્બર: એશિયા ખંડ માં પ્રથમ નંબર ગણાતી બનાસકાંઠા જિલ્લા ની બનાસડેરી ની ડિરેક્ટર ની ચૂંટણીઓ નું હાલ ગરમાવો ચાલી રહ્યો છે ને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો આમ તો રાજ્ય ના મંત્રી પદ ભોગવી ચૂકેલા શંકરભાઇ ચૌધરી સામે આ વખતે બનાસડેરી ની ચૂંટણી માં ફરી થી ચેરમેન પદ માટે આકરા ચઢાણ ગણાતા હતા જ્યાં કેટલાક રાજકીય નેતાઓ ને પણ શંકરભાઇ ચૌધરી સામે આક્રોશ હોય તેમ વિરુદ્ધાભાસ જોવા મળતો હતો પણ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શંકરભાઇ ચૌધરી એ માસ્ટર સ્ટ્રોક રમ્યા હોય તેમ ફૂલ 16 બેઠકો માંથી શંકરભાઇ ચૌધરી ના 9 સભ્યો બિંનહરીફ ચૂંટાતા શંકરભાઇ ચૌધરી માટે અનેક ઘણો વિરોધ હોવા છતાં પુનઃ બનાસડેરી માં ચેરમેન બનવા માટે નો માર્ગ મોકળો બન્યો છે

આજે મોડી સાંજે શંકરભાઇ ચૌધરી બિનહરીફ બનેલા પોતાની પેનલ ના સભ્યો ને લઈ યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા ને માતાજી એ તેમની લાજ રાખી હોય તેમ માં અંબા ના ગર્ભગ્રહ માં માતાજી ને નતમસ્તક થયા હતા જ્યાં પુજારીએ માથે પાવડી મૂકી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપતા હતા ને ત્યાર બાદ શંકરભાઇ ચૌધરી માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે banaskantha basas deri રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા જોકે તેમને જણાવ્યું હતું કે હાલ તબક્કે જે પરિણામ સામે આવી રહ્યું છે

તે જોતા પશુપાલકો ના હિતમાં જ આવી રહ્યું છે ને આ તમામ નિણઁય પશુપાલકો જ કરતા હોય છે જેમાં કોઈપણ નેતા કરતા પશુપાલકો સર્વપરી છે તમામ પરિણામ તેમના આધીન જ હોય છેતેમ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ