Scrap COMBO

પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી ના માધ્યમ થી 45 કરોડ રૂ. મૂલ્યના સ્ક્રેપ નું વેચાણ

કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી ના માધ્યમ થી 45 કરોડ રૂ.  મૂલ્યના સ્ક્રેપ નું વેચાણ કરીને પુરા ભારતીય રેલ્વે પર સર્વાધિક સ્ક્રેપ વેચાણ નો રેકોર્ડnLatxlGrpeCdan1U1kom2UoZtMgN4XLeLX5XjDCiWTbV9VbGJsFAHbomsnChFPYIVZqS22pxM3rLEmjIGG7UXsVvruFZrCqoqWgQWlUeBZLa P5duYOZIzh4ml66 vJ0LElopT8ancAoAdyB1g

કોરોનાવાયરસ રોગચાળાને કારણે જાહેર થયેલા લોકડાઉનથી બધુ ઠપ થઈ ગયું હતું અને ટ્રેનો નું પરિચાલન બંધ હોવાને કારણે રેલવે ની આવક પ્રભાવિત થઈ હતી પણ હમેશા શ્રેષ્ઠતા ની દિશામાં માં પ્રયાસરત પશ્ચિમ રેલ્વેની ગતિ ધીમી થવાને બદલે સતત આગડ વધતી રહી. આ જ ક્રમમાં પશ્ચિમી રેલ્વે દ્વારા નવી સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે, જે અંતર્ગત કોરોના વાયરસ રોગચાળાના સંકટ સમયે વેસ્ટર્ન રેલ્વેના મટિરીયલ્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રેલ્વેની વિવિધ પ્રવૃત્તિઓમાંથી અનુઉપયોગી  સામગ્રી (સ્ક્રેપ) વેચીને રેલવેની આવક થઈ છે.  પશ્ચિમ  રેલ્વે દ્વારા લોકડાઉન દરમિયાન કુલ 45 કરોડ ના સ્ક્રેપ નું વેચાણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ અને વેસ્ટર્ન રેલ્વેના પ્રમુખ મુખ્ય મટિરીયલ મેનેજર શ્રી જે.પી. પાંડેના ઉર્જાવાન નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ રેલવેના તમામ ઝોનમાંથી સૌથી વધુ સ્ક્રેપ વેચવામાં આવ્યું છે. મહાપ્રબંધક શ્રી કંસલે પ્રમુખ મુખ્ય મટીરીયલ મેનેજર શ્રી જે.પી.પાંડે અને તેમના સમર્પિત યોદ્ધાઓની આખી ટીમને આ પ્રશંસનીય કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

     પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી અખબારી યાદી મુજબ, એપ્રિલ અને મે, 2020 માં તમામ મંડળો પર ફેક્ટરીઓ અને રેલ્વે ટ્રેકની બાજુમાં પડેલા તમામ સ્ક્રેપ્સના પશ્ચિમ રેલ્વેના મટિરીયલ મેનેજમેન્ટ વિભાગની સૂચના અનુસાર દ્વારા ઓળખ કરવામાં આવી. સ્ક્રેપનું વેચાણ જૂન, 2020 ના મહિનામાં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા નું વેચાણ થયું છે.  વિભાગે દર મહિને મહાલક્ષ્મી, સાબરમતી, પ્રતાપ નગર ડેપો અને મુંબઇ, વડોદરા, રતલામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મંડળો દ્વારા ઇ-નીલામી  કરી હતી.  આ નીલામી શત પ્રતિશત પારદર્શકતા સાથે ઓનલાઇન કરવામાં આવી હતી, જેમાં દેશના દરેક ખૂણામાંથી કોઈપણ ભાગ લઈ શકે છે.  આ ઇ-હરાજી દ્વારા બિન-ઉપયોગી રેલ્લો, સ્લીપર્સ, અનુ ઉપયોગી લોકોમોટિવ્સ, કોચ, વેગન, ટ્રેક સંબંધિત સામગ્રી, અને વિવિધ શેડ અને ફેક્ટરીઓમાંથી અનસર્વિસેબલ ફેરસ  અને નોન ફેરસ સામગ્રી વેચવામાં આવી હતી.

     મહાપ્રબંધક  શ્રી કંસલ અને પ્રમુખ મુખ્ય મટિરીયલ મેનેજર શ્રી પાંડે ના નિર્દેશો હેઠળ પશ્ચિમ રેલ્વેને સંપૂર્ણ રીતે સ્ક્રેપ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધી ઝીરો સ્ક્રેપ સ્ટેટ્સ હેતુ કારખાનાઓમાં 100%, સ્ટેશનો પર 65%, શેડ / ડેપોમાંથી 50% અને રેલવે સેક્શનો માં 30% પ્રતિશત પ્રાપ્ત કર્યા છે.  ઉલ્લેખનીય છે કે, તમામ ઝોનલ રેલ્વેમાંથી પશ્ચિમ રેલ્વે એ  બે વિત્તીય વર્ષો થી ક્રમશ:  537 કરોડ  અને  533 કરોડના સ્ક્રેપ વેચાણ દ્વારા સતત બે વર્ષ થી ટોચ પર છે.  પશ્ચિમ રેલ્વે દ્વારા વર્તમાન વર્ષના અંત સુધીમાં તેના તમામ કાર્યસ્થળો માટે 100 પ્રતિશત સ્ક્રેપ ફ્રી સ્ટેટ્સ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પ્રદીપ શર્મા જનસંપર્ક અધિકારી, પશ્ચિમ રેલવે, અમદાવાદ,