roberto nickson ttB3z9bDiHQ unsplash scaled

‘ફરવા’ જવાનો દેખાડો

ડો. બેલા ડોંગા
ડો. બેલા ડોંગા

ડાયેટિશિયન
વેદા હેલ્થ ક્લિનિક, અમદાવાદ

હમણાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો કે, ” પપ્પા ઘરમાં શ્રીખંડ નો એક ડબ્બો લાવ્યા. એમનો છોકરો દોડતો દોડતો શ્રીખંડ ખાવાની ઉતાવળમાં હાથ ધોયા વગર બેસી ગયો અને ડબ્બો ખોલી ખાવાની શરૂઆત કરતો જ હતો, ત્યાં એની મમ્મીએ આવીને એક જોરથી થપ્પડ લગાવી એને કહ્યું કે ખબર નથી પડતી? આમ શીખંડ ખવાય? પહેલા એક ફોટો પાડીને શેયર તો કર !!”

લો બોલો, મને હતું કે આ મેસેજ કદાચ હેલ્થ ટિપ્સ પર હશે, કે મમ્મી છોકરાને હાથ ધોઈને જમવાનું શીખવાડવાની હશે. પણ આ તો ઊલટું જ નીકળ્યું !! મને એક સમજાતી નથી કે હું કેટલી કે કેટલો ખુશ છું કે પછી દુઃખી છું. એ બીજાને કહેવાની શી જરૂર ? અને સોશિયલ એપના So called ‘મિત્રો’ એમાં મદદ પણ શું કરવાના હતા? પહેલાના જમાનામાં મિત્રો ઓછા રહેતા, પણ ખુશી કે દુઃખ બધા જ પ્રસંગોમાં વગર આમંત્રણે મળી રહેતા. હવે ફેસબુક, વોટ્સએપમાં પાર વગરના ‘ફ્રેન્ડ્સ’ છે પણ ‘મિત્ર કાચ એક પણ નહીં.

FB whatsapp

હું સોશિયલ મીડિયાની બિલકુલ વિરોધી નથી, પણ મને આ વર્ચ્યુઅલ દુનિયાથી લોકો આટલા બધા કેમ આકર્ષાયા છે એ સમજમાં નથી આવતું. હમણાં એક બીજા સમાચાર વાંચ્યા કે “પોતાની પોસ્ટને સારી એવી સંખ્યામાં લાઇક્સ ના મળતા એક છોકરીએ આપઘાત કરી લીધો” સમાજ ક્યાં જઈ રહ્યો છે? તમારી આસપાસની એક્ચ્યુઅલ દુનિયા કરતાં વર્ચ્યુઅલ દુનિયાનું આટલું બધું મહત્વ કે તમે તમારી જાત કુરબાન કરવા જેવી મોટી બાબત પણ ક્ષુલ્લક લાગે?

એક બીજું ગાંડપણ પણ આ વેકેશનનીશનની સિઝનમાં જોવામાં આવે છે, એ છે ફરવા જવાનું, લોકો બસ માત્ર દેખાદેખીથી જ ફરવા જતા હોય એવું લાગે છે. સ્ત્રીઓ કે પુરુષો વેકેશન નજીક આવશે કે પછી પૂરું થશે, ત્યારે માત્ર ને માત્ર એક જ મુદ્દા પર વાતો કરતાં દેખાશે કે, ક્યાં જવાનો પ્લાન છે અથવા તો ક્યાં જઈને આવ્યા, થોડા વર્ષો પહેલા ફરવાના સ્થળો માત્ર રાજ્ય પૂરતો સીમિત હતો

kelly russo 07lWC8Xf8bY unsplash edited
Photo by Kelly Russo on Unsplash

ધીમે ધીમે આંતરરાજ્યમાં વ્યાપ વધ્યો અને હવે તો વિદેશ યાત્રાને જ ‘સ્ટેટ્સ’ કહેવાય એમ લોકોએ રીતસર ફરવા માટે વિદેશોમાં દોટ મૂકી છે. લાગે છે હવે પછી ચંદ્ર કે મંગળનો જ વારો આવશે!જ્યાં ફરવા જશે ત્યાં પણ નયનરમ્ય સ્થળોને માણશે નહીં પરંતુ સેલ્ફી લીધા કરશે. જેથી કરીને સોસીયલ મીડિયા પર અપલોડ કર્યા કરાય અને વાહવાહી મેળવી શકાય

પહેલા જે પેલો સેલ વાળો કેમેરો આવતો એ મારી દૃષ્ટિ વહુ સારો હતો. એક તો એમાં છત્રીસ ફોટાની જ લિમિટ આવતી, જેથી કરીને માની લો દસ દિવસનો પ્રવાસ નક્કી કર્યો હોય તો એક દિવસના માત્ર ત્રણ થી ચાર ફૉટા જ પાડવાના ઍટલે આપણે બહુ સાચવી સાચવી ને ફોટા પાડવાનું કામ કરીએ. જ્યાં સુધી પરફેક્ટ શોટ ના મળે ત્યાં સુધી ફોટો ક્લિક જ ના કરીએ અને ત્યારે તો એક લોકેશન પર ચાલીસ થી પચાસ ક્લિક કરી દો અને ના ગમે એ ડિલીટ પણ કરી નાખો.

caleb woods EGuZ7Qbw9EI unsplash

આ ચાલીસથી પ્રયાસ ક્લિક પાછળ આપણે આપણા કુદરતી કેમેરામાં એક પણ વાર ફોટો ક્લિક નથી કરી શકતા એ વિચાર કોઈને આવ્યો છે? કુદરતે બે આંખો રૂપી જે કેમેરા અને મેમરી કાર્ડ રૂપી જે મગજ આપ્યું છે ઍનું શું?કુદરતી દૃશ્યોને મનભરી ને જોવાની વાત તો જાણે આઉટડેટેડ થઈ ગઇ છે ક્યારે ભૂલથી પણ જો કોઈ એક જગ્યાએ ઍક મિનિટ માટે ઉભા રહી જવાય તો આસપાસના લોકો પણ આપણને બેવકૂફ ગણી બેસે છે, મનમાં તો એ લોડો ઍવું જ વિયારતા હૉય છે કે જલ્દી થી ફોટો પાડીને નીકળી ના જવાય? આમાં ઉભા રહેવાની ક્યાં જરૂર છે ?

roberto nickson ttB3z9bDiHQ unsplash edited
Photo by Roberto Nickson on Unsplash

માત્ર એક જ સવાલ જાતને પૂછવું જોઈએ કે મને નવી જગ્યાઓ જોવાનો, લોકોને મળવાનો શોખ છે કે હું ખાલી દુનિયાને બતાવવા માટે ફરવા જાઉં છું? હકીકતમાં મને ત્યાં એક ટકાનો પણ આનંદ નથી મળતો. સવાલ માત્ર ને માત્ર પોતાની જાત પૂરતો જ સીમિત રાખવો અને જવાબ પણ. ક્યાંક સતત નવું લાવવાની જીદ માં આપણે આપણી ધરોહર, આપણી ઇચ્છાઓની બલી તો નથી આપી રહ્યા ને?

મને શું ગમે છે કે માત્ર હું જ નકકી કરી શકું, મારા સિવાય બીજુ કોઈ નહીં. આ સમજણ વિકસે તો કદાય Facebook ની લાઇક્સ,WhatsApp ના સ્ટેટ્સ, Instagram ના ફોટાઓ અને Twitter ના ફોલોઅર્સ- આ બધાથી કોઈ જ ફર્ક નહીં પડે