Rajpipala jila panchayat bhavan

નર્મદા જિલ્લા ના ૧૨૧ ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન માં થી બહાર લાવો સાંસદ મનસુખ વસાવા ની માંગ.

Rajpipala jila panchayat bhavan

ઈકો સેન્સિટિવ ઝોન ને કારણે આદિવાસીઓ માં અસંતોષ ની લાગણી છે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૪ ડિસેમ્બર: નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સેટીવ જોન માં સમાવવા કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરતાં જ આ ગામોમાં લોકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઇ છે ત્યારે આદિવાસીઓના આ રોષને શાંત પાડવા સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સેટીવ ઝોનનું જાહેરનામું રદ કરવા એક પત્ર લખી વડાપ્રધાન સમક્ષ માગણી કરી છે.

whatsapp banner 1

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારે નર્મદા જિલ્લા ના નાંદોદ ડેડીયાપાડા સાગબારા ગરૂડેશ્વર તાલુકા ના ૧૨૧ ગામો નો ઈકો સેન્સિટિવ ઝોન માં સમાવેશ કર્યો છે અને મહેસુલ વિભાગે આ ગામો ના ખેડૂતો ની જમીનો માં ૧૩૫ ની કાચી નોંધ પણ નોંધ પડવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે સરકાર ની આ કામગીરી સામે ગ્રામજનો માં રોષ અને અસંતોષ ની લાગણી ફેલાઇ છે ત્યારે સાંસદ મનસુખ વસાવા એ આદિવાસીઓ ની લાગણી ને વાચા આપવા વડા પ્રધાન ન મો ને પત્ર લખી માંગણી કરી છે સાંસદ ના જણાવ્યા મુજબ ઈકો સેન્સીટીવ ઝોન ને કારણે આદિવાસી ઓમાં દહેશત ફેલાઇ છે કે સરકાર હવે અમને અહીંથીવી સ્થાપિત કરશે તેવો અસંતોષ નો ફાયદો વિપક્ષ ઉઠાવીને આંદોલન માટે આદિવાસીઓને પ્રેરિત કરી રહેલ છે

Mansukh vasava

વધુમાં સંસદ સભ્યએ જણાવ્યું છે કે ઈકો ઝોન ને કારણે આદિવાસી વિસ્તારોના વિકાસ અને આજીવિકા પણ અસર પડશે આ ગામોના આદિવાસીઓને સરકારે વિશ્વાસમાં લીધા વિના તેમની જમીનમાં નોંધ પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે ખુબ જ ગંભીર એવી બાબતે સંસદ સભ્ય જણાવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપેક્ષાને કારણે આદિવાસી સમાજ દેશની મુખ્ય વિચારધારાથી દૂર રહ્યોં છે

આ તમામ મુદ્દા ધ્યાનમાં રાખી સંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના 21 ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાં થી બહાર લાવી જાહેરનામું રદ કરવા જણાવેલ છે ઉપરાંત પત્રમાં એ બાબતે પણ રજૂઆત છે કે રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં અભ્યારણ ના કાયદા હટાવી લેવામાં આવ્યા છે તે રીતે નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોના આદિવાસીઓના હિત માટે ઈકો સેન્સીટીવ ઝોન રદ કરવા સંસદ સભ્ય વડાપ્રધાન સમક્ષ માગણી કરી છે તે સંજોગોમાં કેન્દ્ર સરકાર આ પીઢ સંસદસભ્યોની માગણી સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું

આ પણ વાંચો….

loading…