વાંચો, કોરોના (corona) મહામારીના આરંભથી રસીકરણ સુધીનો સંપૂર્ણ અહેવાલ

આપણા ગુજરાત માં પ્રથમ કોરોના (Corona) નો કેશ ૧૯મી માર્ચ એ રાજકોટમાં ૧ અને સુરતમાં ૧ કેશ આવ્યા ત્યારે માહોલ ખૂબ ગંભીર બની ગયો હતો.
આપણે દરેક હાલ એક એવી (Corona) મહામારી માંથી પસાર થઈ રહ્યાં છીએ જેનો કોઈએ કદી સ્વપ્નેયે ખ્યાલ નઈ કર્યા હોય. જી હા હું વાત કરી રહીં છું, “કરોના” ની. (Corona) આ એક એવ મહામારી છે જેણે આખી દુનિયાને હચમચાવી નાખી છે. આ મહામારી ના કારણે લાખો કરોડોની સંખ્યામાં કેટલાંયે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.આ કોરોના મહામારી ની જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌ કોઈ તેનાથી કેટલા ગભરાઈ ગયાં હતાં. આપણા દેશ માં તેનો પ્રથમ કેશ ૩૦મી જાન્યુઆરી એ આવ્યો હતો. જેના કારણે પછી બહારથી આવનારા દરેક પ્લેનોની સેવા બંદ કરી દેવામાં આવી હતી,
કારણ કે આ રોગ સ્પર્શ અને એકબીજા સંપર્કમાં આવવાથી ફેલાતો હતો, અને તેના લક્ષણો ૧૪ દિવસ ની અંદર વ્યક્તિ માં જોવા મળતા હતા.આ વાત ની જાણ થતા જે લોકો વિદેશ થી પરત ફર્યા હતા તે લોકોને ૧૪ દિવસો સુધી ડૉક્ટરોની નિરિક્ષણ માં રાખવામાં આવ્યા કે જેથી કદાચ એ લોકો માં કોરોના ના એવા કોઈ લક્ષણ દેખાય તો એમને તરત જ સારવાર મળી રહેં, અને આ રોગ એમનાથી બીજા લોકોને ના લાગે. આપણે જન્મથી લઈને અત્યાર સુધી જેટલા ઊકાલા નઈ પીધા હોય તેટલા આ કોરોના એ આપણને પીવડાવી દીધાં.

આપણા ગુજરાત માં પ્રથમ કોરોના (Corona) નો કેશ ૧૯મી માર્ચ એ રાજકોટમાં ૧ અને સુરતમાં ૧ કેશ આવ્યા ત્યારે માહોલ ખૂબ ગંભીર બની ગયો હતો.એના પછી તો એક પછી એક કેશો આવતા ગયાં અને છેવટે દરેક ની સૂરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સંપૂર્ણ પણે લોકડાઉન કરવાની ફરજ પડી. લોકડાઉન દરમિયાન દરેક જગ્યાએ પોલીસ નો કડક બંદોબસ્ત હતો એ સમયે જે પણ બહાર નીકળતા એમના તો મોર બોલી ગયાં એ વાત આપણે કંઈ રીતે ભુલી શકીએ છીએ.પણ હા લોકડાઉન માં અમુક કામ બઉ સાંરા થયા, રોજબરોજની બધાંની જે બિઝી લાઈફ હતીં એમાથી દરેક મુક્ત થયાં અને પોતાના પરિવાર સાથે જે સમય નતા માણી શકતા એમને પૂરો સમય પરિવાર સાથે મળ્યો.
એ સમયે દરેક પરિવારના સભ્યો ઘરે જ રહેતા એટલે એમને તો લેર પાની ને ભંજિયા જ હતાં, પરતું સ્ત્રીઓ માટે અમુક વખત ઊપાદી થતીં કારણ કે, રોજ ઘરે બેસીને પરિવારના સભ્યો કંટાળતા એટલે કંઈક ને કંઈક ફરમાઈસો રહેતી જ. સાથે જ પરિવાર ના દરેક સભ્યો એકમેકની મદદ પણ કરતાં થયા.અને અમુક ના જીવનમાં તો એવું પણ બન્યું કે એકબીજાની સાથે રહીને એટલા કંટાળી ગયાં કે અલગ થવાનો પણ વારો આવી ગયો. આવા અનેક કિસ્સા લોકડાઉન માં આપડા કાને પડ્યાં જ છે.એ સમયે ઘણાં લોકો એવા હતાં જેમને પોતાની નોકરી ધંધો છોડીને પાછા ઘર તરફ વળવું પડ્યું, અને ઘરે જવા માટે પણ પૈસાના ઠેકાણા નહોતા.

એ સમયે આપણા સિનેમા જગતના એક કલાકાર એવા હતાં. જેમણે આગળ આવીને આવા લોકોને એમના ઘરે પહોચાડવાની જવાબદારી પોતાના માથે લીધી અને પોતાના ખર્ચ તે લોકોના જમવાની વ્યવસ્થા કરી અને તેમને તેમના ઘર પરીવાર સુધી પહોચાડીયાં. આવી જ રીતે અનેક સંસ્થાઓ પણ હતી જેમણે આવા લોકોને ભોજન આપી દિવસ રાત ની પરવાહ કર્યા વિના તેમની મદદ કરી હતી.આ રોગ ના કારણે કેટલાયે લોકોના લગ્ન બંધ રહ્યાં. આ કોરોના (Corona) ના કારણે દરેકને આવી અનેક મુસીબતો નો સામનો કરવો પડ્યો છે.આપણા દેશ માં બે હાથ જોડીને કોઈનું અભિવાદન કરવા, કે કોઈનો આભાર માનવાના આ સંસ્કાર આજે વિશ્ચભર ના લોકોએ અપનાવ્યાં છે. જ્યારે લોકડાઉન પછી ધીરે ધીરે બધું ખુલ્યું ત્યારે લોકો ઘરની બહાર નીકળતાં ડરતા હતાં.
લોકડાઉન પછીનું જીવન માસ્ક અને સેનેટાઈઝર ને પોતાના હથિયાર બનાવીને શરૂ કર્યું. ધીરે ધીરે નોકરી ધંધા ફરી પહેલાના જેમ શરૂ થયાં. લોકો ધીરે ધીરે પોતાની રોજીંદા જીવન તરફ પાછા વળ્યાં છે. બાળકોનું ભણતર ના બગડે તે માટે સરકારે ટૅકનોલોજીની મદદથી ઓનલાઈન ક્લાસિસ શરૂ કર્યા, અને બાળકોને માસપ્રમોશન આપીને આગળ વધાર્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે અવે સ્કુલો – કોલેજો ખોલવામાં આવી રહ્યા છે.

હાલ વિશ્ચના દરેક દેશો મળીને કોરોના (Corona) માટેની વેક્શિન બનાવી રહ્યાં છે. વિશ્ચમાં હાલ ૨૩૨ જેટલી કોરોના વેક્શિન ઉપર કામ ચાલી રહ્યું છે. WHO વેક્શિન લેન્ડસ્કેપ મુજબ તેમાંથી ૧૭૨ વેક્શિન પ્રિ-ક્લિનીકલ ટ્રાયલ્સમાં છે, એટલે કે અત્યારે એ વેક્શિનનો લેબમાં ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે ૬૦ જેટલી વેક્શિન હાલ ક્લિનીકલ ટ્રાયલ્સમાં છે. સામાન્ય રીતે ક્લિનીકલ ટ્રાયલ્સમાં ઘણા વષઁ લાગે છે, પરંતુ કોરોનાની ઈમરજન્સી ગણતાં વિશ્ચમાં અત્યાર સુધીમાં ૯ વેક્શિનને ઈમરજન્સી એપ્રુવલ મળી ચુક્યું છે. જેમાં હાલ ચીનની ૪ વેક્શિન, રશિયાની ૨ વેક્શિન, અમેરિકાની ૨ વેક્શિન, અને બ્રિટનની ૧ વેક્શિનને ઈમરજન્સી એપ્રુવલ મળી ચુક્યું છે.ચીની ખાનગી કંપની સિનોવેકની ઈનએકટિવેટેડ વેક્શિનનાં ફેઝ-૧/૨ ટ્રાયલ્સના પરિણામ જૂનમાં જ આવી ગયાં હતા.
ત્યારબાદ આ કંપનીએ ૭૪૩ વોલેન્ટીયર્સને ટ્રાયલ્સમાં સામેલકર્યા હતા અને તેમાંથી એક ને પણ કોઈ એવા ગંભીર લક્ષણો જોવા નહોતા મળ્યાં. નવેમ્બરમાં જ આ ટ્રાયલ્સના પરિણામ જાહેર થઈ ગંયા હતાં. પેલું કહેવાય છે ને, જે દુઃખ આપે તેની જ પાસે દવા પણ હોય છે.વિશ્ચના દરેક દેશો જ્યાં ૧ કે ૨ વેક્શિન બનાવી શક્યાં છે, ત્યાં ચીને ૪ વેક્શિન બનાવી દીધી છે. જવાદો જે હોય તે, પણ ખૂશીની વાત તો એ છે કે આપણા દેશે પણ કોરોનાની વેક્શિન બનાવી દીધી છે.

આપણા દેશની ઓક્સફોર્ડ યુનિવસિઁટી અને એસ્ટ્જેનેકાએ મળીને કોવીશીલ્ડ વેક્શિન બનાવી છે. તે શરૂઆતના પરિણામો માં ૯૦ % અસરકારક છે. વિશ્ચની અગ્રણી વેક્શિન પ્રોડક્શન કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ ૭ ડિસેમ્બરે ભારતમાં કોવીશીલ્ડ ના ઈમરજન્સી એપ્રુવલ મળી ચુક્યું હતું. જેના કારણે દેશના લોકોમાં શાંતિ અનુભવાઈ હતી. આપણા દેશમાં કોરોનાનું રસીકરણ ૧૬મી જાન્યુઆરીથી સરકારની ગાઈડલાઈન અનુસાર શરૂ થયું હતું. જેમાં પ્રથમ રસીકરણ આરોગ્ય અધિકારીઓને અને સહકમઁચારીઓને એટલે કે ડૉકટર, નર્સો, પૈરામેડિક્સ અને સ્વાસ્થય સાથે જોડાયેલા લોકોને આપવામાં આવી હતી.
ત્યાર બાદ આશરે ૨ કરોડ જેટલા આગળના કામદારો એટલે કે રાજ્યના પોલીસકર્મીઓ, પૈરામિલિટિઁ ફોર્સ, ફૌજ અને સફાઈકામદારોને વેક્શિન આપવામાં આવી હતી.એના પછી ૫૦ વર્ષથી ઉપરના લોકોને અને ૫૦ વર્ષથી નીચેના લોકોને કે જે કોઈ ગંભીર બીમારીથી લડી રહ્યાં છે તેમને આપવામાં આવી રહી છે. ૫૦ વર્ષથી નીચેના એ લોકો પણ આ રસીકરણ માં શામેલ થઈ શકે છે, જેમનામાં કોરોના ના લક્ષણો હોય.
આપણા દેશમાં ઘણા લોકો એવા પણ છે જે આ કોરોના ની વેક્શિનથી ડરી રહ્યાં છે, કે આનાથી કોઈ નુકસાન કે આડ અસર થઈ શકે છે. પણ હું જણાવવાં માંગુ છું કે એવુ કાંઈ જ નથી. આ વેક્શિન આપણને કોરોના સામે લડવામાં મદદ આપસે. એટલે દરેકે આ વેક્શિન લેવી જ જોઈએ