કંગના રનૌતની માફી માગવા તૈયાર ઉર્મિલા માતોંડકર,શું આપ્યુ ઉર્મિલાએ નિવેદન

અહેવાલ: હેમાલી ભટ્ટ
૧૮ સપ્ટેમ્બર:બોલીવુડ ડ્રગ્સ મામલે બે ભાગ વહેંચાય ગયું છે. અને સતત કલાકારો વચ્ચે આક્ષેપબાજી થતી રહે છે,એવામાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌત વચ્ચે આરોપ-પ્રતિઆરોપ ઉગ્ર બન્યા છે.ઉર્મિલાએ કહ્યું કે તેને કંગના રનૌતને રૂદાલી કહીને સંબોધી તેનો કોઈ જ અફસોસ નથી. પરંતુ જો કંગનાને યોગ્ય ન લાગ્યુ હોય તો હું માફી માગવા તૈયાર છું.

ઉર્મિલાએ પોતાના એક ઈંટરવ્યૂમાં કંગના પર વાર કર્યો હતો.સાથે જ ઉર્મિલાએ કહ્યું હતું કે – મને એક વાત સમજાતી નથી કે વ્યક્તિ હંમેશાં વિક્ટિમ કાર્ડ કેવી રીતે રમી શકે છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં તમારું આટલું લાંબુ અને સારું કરિયર હોય, જ્યાંથી તમને બધું મળ્યું હોય, તો શું તમે આને પોતાના એજન્ડામાં સામેલ કર્યું, જેમાં તમે તમારી સાથે જે લોકો નથી તેના વિશે બોલી રહ્યા છો.’રૂદાલી એટલે મરણ પ્રસંગે રોવા માટે બોલાવવામાં આવતી મહિલાઓ. ઉર્મિલાએ કંગનાએ રૂદાલી સાથે સરખાવી હતી.