JMC Office 4

જામનગર મહાનગરપાલિકામાં ખાલી જગ્યાઓ ભરવા ટેક્નિકલ યુનિયને લાલ આંખ કરી

JMC Office 5

કાર્યપાલક ઇજનેર અને તેનાથી નીચલા ગ્રેડની જગ્યાઓ ભરવા સ્થાનિક કક્ષાએ સત્તા હોવા છતા કેમ કાર્યવાહી થતી નથી, આગામી સમયમાં આંદોલનની શકયતા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસીસ્ટન્ટથી લઇને કાર્યપાલક ઇજનેર સુધીના વિવિધ પદની અનેક જગ્યાઓ ખાલી છે અને કોન્ટ્રાકટ બેઇઝથી રખાયેલા કર્મચારીઓ મારફત વહીવટ ચલાવાય છે તે સામે જાહેરહિતમાં વિરોધ કરી ટેકનિકલ યુનિયને આ અંગે મ્યુનિસિપલ કમિશ્ર્નર સતીષ પટેલને એક પત્ર પાઠવયો હતો.

જામનગર મહાનગરપાલિકા ટેકનિકલ યુનિયન દ્વારા મ્યુનિ.કમિશ્ર્નરને પાઠવાયેલ પત્રમાં રજૂઆત કરાઇ છે કે, જામનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક ઈજનેરની 4 (ચાર) જગ્યા ખાલી છે. તેમજ નાયબ ઈનજનરની 10 (દસ) જગ્યા ખાલી છે. તથા જુનિયર એન્જિનીઅરની 19 (ઓગણીસ) જગ્યા ખાલી છે. તથા ઘણીબધી અ.મ.ઈ. અને વર્ક આસીસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે. આટલી ખાલાં 4ગ્યા હોવા છતા માત્ર કોન્ટ્રાકટ બેઈઝ ઉપર વહિવટ ચલાવવામાં આવે છે. અને લાખો કરોડો રૂપિયાના કામો કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીથી ચલાવવા વ્યાજબી નથી. અવાર-નવાર આ બાબતે કો-ઓર્ડીનેશન મીટીંગમાં પણ ચર્ચા કરવામાં આવેલ છે.

JMC Office 4

વિશેષમાં જણાવવાનું કે, સીટી એન્જિનીઅર દ્વારા છેલ્લા ર મહિનામા બે વખત લેખિત રજૂઆત કરી પોતાનું ભારણ ઓછુ કરવા જણાવેલ છે. તેમજ આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી, કોઈ વસ્તુ લક્ષમા લેવામા આવતી નથી, અમારી ટેકનીકલ યુનિયન વતી આપને રજૂઆત છે. લાયકાત / અનુભવના આધારે યોગ્ય વ્યકિતને યોગ્ય જગ્યાએ ચાજ ગનાપવામા આવે તેમજ ખાલી રહેલ નાયબ ઈજનેર, જુનિયર ઈજનેર, અ.મ.ઈ., વર્ક આસીચ્ટન્ટની જગ્યા ધોરણસરની પ્રક્રિયા / પ્રમોશનથી ભરવામા આવે તેવી અમારી રજૂઆત છે.

સોલીડ વેસ્ટ શાખા વર્ષ 2015માં મંજૂર થયેલ સેટઅપ મુજબ ભરતી / બઢતી પ્રક્રિયા કરવી, ફાયર શાખા વર્ષ 2015માં મંજૂર થયેલ સેટઅપ મુજબ ભરતી / બઢતી પ્રક્રિયા હાથ ધરવી, કોમ્પ્યુટર શાખા વર્ષ 2015માં મંજૂર થયેલ સેટઅપ મુજબ ભરતી / બઢતી પ્રક્રિયા હાથ ધરવી., આરોગ્ય શાખા વર્ષ 2015માં મંજૂર થયેલ સેટઅપ મુજબ ભરતી / બઢતી પ્રક્રિયા હાથ ધરવી.
અમારા ધ્યાનમાં છતાં મુજબ જીપીએમસી એકટ કલમ -45 મુજબ માત્ર ને માત્ર 6 સ્ટેચ્યુટરી પોસ્ટ ઉપર ભરતી બઢતી પ્રક્રિયા માટે સરકારની મંજૂરી લેવી આવશ્યક છે, જેમાનાયબ કમિશ્નર, આસી. કમિશ્નર (વહિવટ), આસી. કમિશ્નર (ટેક્સ), માટ જે તે સમયે પૂરતી લાયકાત ધરાવતા સને. 1991ના ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ હતી તે લાયકાત મુજબ પુરતો અને યોગ્ય અનુભવ ધરાવતા ઓફિસર્સનો વર્ષ 2010માં ઠરાવ કરવામા આવેલ છે. જેની તાત્કાલિક અમલવારી કરવામાં આવે. સીટી એન્જિનીઅર, ચીફ ઓડીટર, મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ. આ સિવાયની તમામ જગ્યા એટલે કે કાર્યપાલક ઈજનેરની ભરતી : બઢતી માટે જનરલ બોર્ડ તથા ઓફિસર્સ સ્ટાફ સિલેકશન કમીટીને તમામ સતા છે.

loading…

કાયપાલક ઈજનેરથી નીચેની તમામ કેડરની ભરતી ઓફિસર્સ સ્ટાફ સીલકશન કમીટી અને કમિશ્નરને જનરલ બોર્ડ ધ્વારા મંજૂર કરવામાં આવેલ લાયકાત અને અનુભવને આધારે ભરતી / બઢતી આપવાની સતા કમિશ્નર પાસે છે. જેમા સરકાર પાસે મંજુરીમા જવાની કોઈ જરૂરિયાત નથી જે ધ્યાને લેવા વિનંતી. તેમ છતાં સમગ્ર સેટઅપ સરકારના શહેરી વિકાસ વિભાગમા મંજૂરી માટે મોકલીને ટાઈમ પાસ કરવામાં આવે છે. જે જામનગર શહેરના હિત માટે વ્યાજબી નથી. આપ આ બાબતે અંગત રસ લઈને દિવસ-7માં જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો અમે આવતા શુક્રવારથી ઓફિસમાં કાળી પટ ધારણ કરીને કામ કરીશું અને ત્યારપછીના એક વિકમાં પેનડાઉન સ્ટ્રાઈક કરીશું. આ અંગની તમામ જવાબદારી વહિવટી વડા તરીકે આપની છે. જે ધ્યાને લેવા વિનંતી છે. તેમજ તમામ કેડરની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કાર્યવાહી શરૂ કરીને દિન15માં પૂર્ણ કરી દેવામાં આવે એવી અમારી રજૂઆત છે. નહીંતર આગામી દિવસોમાં અમો ઉગ્ર કાર્યક્રમો ઉપર મુજબના જે.એમ.સી. ટેકનિકલ યુનિયન દ્વારા લેવામા આવશે જે વિદિત થાય

આપને અમોએ દિન-15 પહેલા મીટીંગ કરવા માટે પત્ર લખેલ છે જે અન્વયુ હજુ સુધી આપે જે.એમ.સી.ટેકનિકલ યુનિયનને મીટીંગ માટે બોલાવવામાં આવેલ નથી જે વ્યાજબી નથી. તેમ આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે.