Sushant 3

સુશાંતસિંહ કેસ,અભિનેતાના CA-અકાઉન્ટંટની પૂછપરછ

Sushant 2

અહેવાલ: હેમાલી ભટ્ટ

સીબીઆઈના એક વિશેષ દળે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની અને કૂક નીરજસિંહ સાથે તેમના ચાર્ટર્ડ અકાઉન્ટંટ સંદીપ શ્રીધર અને અકાઉન્ટંટ રજત મેવાતીની પણ પૂછપરછ શરૂ કરી.મુંબઈના સાંટાક્રૂઝ વિસ્તારમાં આવેલા DRDOના ગેસ્ટ હાઉસમાં સીબીઆઈની ટીમે રોકાણ કર્યુ છે.અને અહીં જ તમામની પૂછપરછ કરવામાં આવી. પિઠાની અને નીરજ તેમજ શ્રીધર બાદ મેવાતી સાથે પણ મામલાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી.નિવેદનોમાં વિસંગતતા સામે ન આવે અને સત્ય સામે લાવવામાં સરળતા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો.

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી અને તેના પરિવારની સંડોવણી તેમજ સુશાંતના ખર્ચ અંગે પણ સવાલજવાબનો સિલસિલો ચાલુ કરાયો.સુશાંતના બેંક ખાતામાં લેણદેણ અને ફિક્સ ડિપોઝીટને લઈને પણ પૂછપરછ ચાલુ કરવામાં આવી.