પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ પદે નિમણૂક,ક્લિક કરી જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ
૧૦ સપ્ટેમ્બર:પ્રસિદ્ધ અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેયરમેન પદે નિમાયા,ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલ હવે એનસીડી એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની કમાન સંભાળશે.પરેશ રાવલ એનસીડીમાં પ્રસિદ્ધ રાજસ્થાની કવિ અર્જુન દેવ ચરણની જગ્યા લેશે, અર્જુન દેવ ચરણ 2018માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ બન્યા હતા.આ નિયુક્તિની જાહેરાત કેંદ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશલ મીડિયા પર કરી છે. તેમણે લખ્યુ કે – પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલજીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે, તેમની પ્રતિભાનો લાભ દેશના અન્ય કલાકારો તેમજ વિદ્યાર્થીઓને મળેશે, પરેશ રાવલજીને હાર્દિક શુભકામનાઓ.પરેશ રાવલે પોતાની આગમી પ્રતિભાના દમ પર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનોખુ મુકામ હાંસલ કર્યુ છે.બોલીવુડમાં વિલનની સાથે કોમેડિયનની ભૂમિકા પણ ખુબ વખાણવામાં આવી છે,1984માં ફિલ્મ હોલીથી પરેશ રાવલે બોલીવુડમાં પર્દાપર્ણ કર્યુ હતું.હેરાફેરીમાં પરેશ રાવલે નિભાવેલું પાત્ર બાબુરાવ ગણપત રાવ આપ્ટે ખુબ લોકપ્રિય થયુ હતું.વર્ષ 1994માં પરેશ રાવલને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.