AGM Alok Kumar WR

શ્રી આલોક કુમાર એ ગ્રહણ કર્યો પશ્ચિમ રેલ્વે ના અપર મહાપ્રબંધક ના મહત્વપૂર્ણ પદ નો કાર્યભાર

AGM Alok Kumar WR
પશ્ચિમ રેલ્વે ના અપર મહાપ્રબંધક આલોક કુમાર
જેમણે 20 જુલાઈ, 2020 ના રોજ તેમના નવા પદ નો કાર્યભાર સંભાળ્યો.

શ્રી આલોક કુમાર એ 20 જુલાઈ 2020 ના રોજ પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધક ના મહત્વપૂર્ણ પદ નો કાર્યભાર ગ્રહણ કર્યો.

   પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, શ્રી કુમાર ભારતીય રેલ્વે મિકેનિકલ એન્જિનિયરિંગ સેવા (આઈઆરએસએમઇ) ના વરિષ્ઠ અધિકારી છે,જે યુપીએસસીની પ્રતિષ્ઠિત SCRA (1981) પરીક્ષા દ્વારા રેલ્વે સેવામાં જોડાયા હતા. તેમણે એન્જિનિયરિંગ કાઉન્સિલ (લંડન) થી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું  અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) માં માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી.  તેમણે 1986 માં પશ્ચિમ રેલ્વે સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા 34 વર્ષોમાં તેમને ભોપાલ મંડળના મંડળ રેલ્વે પ્રબંધક સહિત મહત્વપૂર્ણ પદો પર કાર્ય કરવાનો સમૃદ્ધ અનુભવ છે.  કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન,  ભારતભરના શુષ્ક બંદરગાહો પર અત્યાધુનિક  ક્રેન અધી પ્રાપ્તિ માટે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.  મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલીના મુખ્ય પરિયોજના પ્રબંધક તરીકે તેમણે હાઇ-સ્પીડ રેલ્વે કોચ બનાવવા માટે ભારતમાં સૌથી આધુનિક પ્લાન્ટ સ્થાપવાની ટીમનું નેતૃત્વ કર્યું અને જેને ભારતીય રેલવે ના કારખાનાઓ માં ઇન્ડસ્ટ્રી 4.0 ની મહત્વકાંક્ષી યોજના ના સફળ કર્યાન્વયન માં સક્રિય અને અગ્રણી ભૂમિકા નિભાવી.  તેમણે CMU, પિટ્સબર્ગ ઉપરાંત SDA બોકોની, મિલાન,APEC,એન્ટ વર્પ,IIM અમદાવાદ, અને ISB, હૈદરાબાદ માં ઉન્નત પ્રબંધન ના વિભિન્ન પહેલુઓ માં વિશેષ પ્રશિષણ પણ પ્રાપ્ત કર્યું.તેમને સર્વશ્રેષ્ઠ પરિયોજના  માટે રેલ્વેનો સૌથી પ્રતિષ્ઠિત માનનીય રેલ્વે મંત્રી એવોર્ડ ઉપરાંત જી.એમ. દક્ષતા પદક અને  એન્જિનિયરિંગ દરમિયાન સંસ્થાન નું પ્રતિષ્ઠિત પદક પણ મળ્યું છે.

પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધક ના રૂપ માં નવીનતમ નિયુકતી પહેલા  તેઓ રાયબરેલી ની મોડર્ન કોચ ફેક્ટરીના મુખ્ય પ્રશાસનિક અધિકારી ના પદ પર કાર્યરત હતા.

**********