પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી ના સંયુક્ત મિશન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન માં ગત 44 દિવસો માં 5.21 લાખ જરૂરિયાતમંદ ને લાભ મળ્યો.

whatsapp image 2020 05 12 at 67698087033643183001.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ના સમય દરમ્યાન,પશ્ચિમ રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી પોતાના સર્વોત્તમ સંભવ પ્રયાસોને ખાતરીપૂર્વક કરી રહ્યા છે, જેથી જરૂરતમંદ વ્યક્તિઓને ભોજન પહોંચાડવામાં કોઈ અવરોધ ઉભો ના થાય. પશ્ચિમ રેલ્વે અને IRCTC ના સંયુક્ત સેવા અભિયાન ” મિશન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ,” પશ્ચિમ રેલ્વે ના 6 ડિવિઝનોમાં ચાલુ રાખીને 11 મેં,2020 ના રોજ પોતાના 44 માં દિવસે 5.21 લાખ ફૂડ પેકેટ ના મોટા આંકડા સુધી પહોંચી ગયો. આર.પી.એફ., જી.આર.પી.અને પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક વિભાગ દ્વારા રાજ્ય સરકારો, જિલ્લા પ્રશાસન અને ગેર સરકારી સંગઠનો ની મદદથી ભોજનના વિતરણ માં એક અનોખી ભૂમિકા નિભાવવામાં આવી રહી છે. દરેક સંબંધિત વ્યક્તિઓ દ્વારા સામાજિક દુરી અને સ્વચ્છતાના પાસાઓને યોગ્ય રીતે ખાતરીપૂર્વક કરવામાં આવી રહ્યું છે.

whatsapp image 2020 05 12 at 63197698663091436748.


પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ પશ્ચિમ રેલ્વે અને IRCTC ના સંયુક્ત મિશન ખાદ્ય વિતરણ 11મેં , 2020 ના રોજ 44 માં દિવસમાં પ્રવેશ કર્યો આ મિશન 29 માર્ચ 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમ્યાન ગત 44 દિવસોમાં કુલ 5.14 લાખ ખાદ્ય પેકેટ વિભિન્ન જરૂરિયાત મંદ અને અસહાય વ્યકિતઓને , પશ્ચિમ રેલ્વેના દરેક 6 મંડળમાં વિતરિત કરવામાં આવ્યા. આમાંથી 2.53 લાખ ફૂડપેકેટોનો એક મોટો ભાગ ,IRCTC ના વેસ્ટ ઝોન દ્વારા મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદમાં પોતાના આધારિત રસોડામાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ મિશનને ચાલુ રાખવા માટે 11 મેં 2020 ના રોજ પશ્ચિમ રેલ્વેના છ ડિવિઝનોમાં કુલ 7575 ખાદ્ય પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું. આઈ.આર.સી.ટી.સીના સામુદાયિક ભોજન સિવાય ,મુંબઇ સેન્ટ્રલ ડિવિઝનના વાણિજ્યિક કર્મચારીઓએ ડિવિઝનના જુદા-જુદા સ્થાનો પર ગેરસરકારી સંગઠનોના માધ્યમથી 1225 ભોજન પેકેટ વિતરિત કર્યા. જ્યારે અમદાવાદ ડિવિઝનમાં આઈ.આર.સી.ટી.સી સિવાય 3325 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.વડોદરા શહેરમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનના માધ્યમથી વડોદરા ડિવિઝને 1500 ખાદ્ય પેકેટ વિતરિત કર્યા. જુદા જુદા જરૂરીયાતમંદો ને નડિયાદ ગુડ્સ શેડ્સમાં ભોજનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના સ્થાનિક કર્મચારીઓ અને એનજીઓ દ્વારા આદરી રોડ અને વરતેજ રેલ્વે સ્ટેશનો પર 180 ભોજન પેકેટ વિતરિત કરવામાં આવ્યા. રાજકોટ મંડળ ના અંતર્ગત સુરેન્દ્રનગર અને હાપા માં સાઈ સેવા ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી 75 પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું . રતલામ મંડળમાં જુદા જુદા સ્ટેશનો પર 220 ભોજન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. વાપીના જૈન સંઘે વાપી સ્ટેશન પર સફાઈ કર્મચારીઓ , પાર્સલ લોડરો તથા અન્ય કર્મચારીઓને 50 ભોજન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. જૈન સોશ્યલ ગ્રુપ મુંબઈએ મુંબઇ સેન્ટ્રલ ના છાત્રાલય ભવન સિવાય IOW સ્ટાફ , કાર શેડ સ્ટાફ વગેરેને 100 ખાદ્ય પેકેટો નું વિતરણ કર્યું.

પશ્ચિમ રેલ્વેના વાણીજયિક કર્મચારીઓ એ ચરણી રોડ અને માટૂંગા રોડ સ્ટેશનો પાસે જુદા જુદા ખાદ્ય પેકેટો વિતરિત કર્યા. વલસાડના સહકાર ચેરીટેબલ ટ્રસ્ટે વલસાડ રેલ્વે સ્ટેશન ક્ષેત્રમાં જરૂરીયાતમંદ વ્યક્તિઓને 800 પેકેટ ભોજનના વિતરિત કર્યા. વાપી રેલ્વેસ્ટેશન ના ઉપરી સ્ટેશન અધિકારી એ વાપી રેલ્વે સ્ટેશન પર જુદા જુદા સફાઈ કર્મચારીઓને ઉપયોગી તથા દર્દ નિવારક હોમીઓપેથીક દવાઓ વિતરિત કરવામાં આવી.

whatsapp image 2020 05 12 at 65318719472834545248.