પશ્ચિમ રેલ્વે ની માલગાડીઓ એ 7700 થી વધુ રેક દ્વારા 16.21 મિલિયન ટન માલ નુ પરિવહન

parcel train 3
Parcel train 4

તારીખ 01.07.2020

22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત હોવા છતાં,પશ્ચિમ રેલ્વેએ 29 જૂન, 2020 સુધીમાં 7,773 ગુડ્ઝ ટ્રેનોના રેકલોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં પીઓએલની 851, ખાતરની 1174, મીઠાની 433, અનાજની 81, સીમેન્ટની 506, કોલસાની 299, કન્ટેનરોનાં 3919 અને સામાન્ય ચીજોનાં 38 રેક સહિત કુલ 16.21 મિલિયન ટન માલ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે.આ સિવાય, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધ ના વેગનનાં 371 રેક વિવિધ આવશ્યક ચીજો જેમ કે દવા, તબીબી કીટ,ફ્રોઝન ફૂડ, મિલ્ક પાવડર અને પ્રવાહી દૂધ ના પરિવહન માટે ઉત્તર અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં મોકલવામાં
આવ્યા હતા.કુલ 15,328 ગુડ્ઝ ટ્રેનો અન્ય ઝોનલ રેલ્વે સાથે જોડવામાં આવી, જેમાં 7,680 ટ્રેનો સોંપવામાં આવી અને 7,648 ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, જમ્બો ના 1021 રેક, બૉક્સન ના 567 રેક અને બિટિપીએન ના 451 રેકો જેવા, મહત્વપૂર્ણ આવક રેક આવર્તન શક્તિનો અભાવ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્થળોએ અનલોડ કરવામાં આવ્યા હતા.


પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, 23 માર્ચથી 29 જૂન, 2020 સુધીમાં, 67 હજાર ટનથી વધુ વજન વાળી વસ્તુઓને પશ્ચિમ રેલ્વે દ્વારા પોતાની 370 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા લઇ જવામાં આવ્યું.જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે રૂ .21.73 કરોડ છે, જે અંતર્ગત આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા 50 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 37 હજાર ટનથી વધુનો ભાર હતો અને વેગનનો 100% ઉપયોગ ના ફળ સ્વરૂપે લગભગ રૂ .6.45 કરોડ આવક થઈ છે.આવી જ રીતે, 26 હજાર ટનથી વધુ વજનની 312 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેના થી મળેલ આવક રૂ .13.52 કરોડ છે.આ સિવાય 3534 ટન વજનવાળા 8 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી આશરે 1.76 કરોડની આવક થઈ છે. 30 જૂન, 2020 ના રોજ, બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વેથી રવાના થઇ, જેમાં બાંદ્રા ટર્મિનસ – લુધિયાણા પાર્સલના સિવાય દૂધ ની એક રેક પાલનપુર થી હિન્દ ટર્મિનલ માટે રવાના થઈ.