Thumbnail

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ભારતીય રેલવે નું પહેલું સેનેટાઇજિંગ અને લગેજ રેપિંગ મશીન લગાવવામાં આવ્યું

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર વર્તમાન માં કોવિડ -19 ના સંકર્મણ ને ફેલાતો અટકાવવા માટે મુસાફરોના હિતમાં ઘણાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમ માં અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારતીય રેલ્વે નું પહેલું લગેજ સેનિટાઇઝિંગ અને લગેજ રેપિંગ મશીન મૂકવામાં આવ્યું છે. કોરોના મહામારી ના સમયે ગૃહ મંત્રાયલ અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ગાઇડલાઇન્સ હેઠળ અમદાવાદ મંડળ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મુસાફરો અને
તેમના સામાનને સ્વચ્છ અને જીવાણુ મુક્ત કરવા માટે અમદાવાદ સ્ટેશન પર લગેજ સેનિટાઇઝિંગ અને રેપિંગ મશીન લગાવવામાં આવ્યું છે.

wr kalupur

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ જણાવ્યું કે આ ટનલ 360 ડિગ્રી અલ્ટ્રાવાયોલેટ (UV) આધારિત કાર્યપ્રણાલી પર કાર્ય કરે.આ દ્વારા કેમિકલ સેનિટાઈઝેશન દ્વારા લગેજ ને થતા નુકસાનની પણ બચી શકાશે.આમાં, સેનિટાઈઝેશન માટે લોંગલાઇફ યુવી લેમ્પ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આના માધ્યમથી ટિફિન, ખોરાક, શાકભાજી અને પાણી વગેરે પણ જીવાણુનાશક થઈ શકે છે. ભારતીય રેલ્વેની આ એક અનોખી પહેલ છે. જેની સ્થાપના અમદાવાદ સ્ટેશન પર જે સર્વપ્રથમ અમદાવાદ સ્ટેશન પર કાર્યરત કરવામાં આવી છે.આ મશીન ને 69 sq. મીટર જગ્યામાં સ્થાપિત કરવામાં આવ્યો જેનાથી અમદાવાદ મંડળને 6 લાખ રૂપિયાની આવક પણ થશે. યાત્રીઓ માટે આ સુવિધા સ્વૈચ્છિક આધાર પર ઉપલબ્ધ રહેશે.

WhatsApp Image 2020 07 22 at 8.40.51 PM