Ahmedabad station

Weekly train: અમદાવાદથી ચલાવવામાં આવી રહેલ સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓ વિસ્તારિત

Weekly train: અમદાવાદ થી કોલકાતા, સમસ્તીપુર અને દાનાપુર તથા રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે ચલાવવામાં આવી રહેલ સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓ વિસ્તારિત

અમદાવાદ , ૨૯ એપ્રિલ: weekly train: અમદાવાદ થી કોલકાતા, સમસ્તીપુર અને દાનાપુર તથા રાજકોટ થી સમસ્તીપુર (વિશેષ ભાડા સાથે) માટેની સાપ્તાહિક વિશેષ ટ્રેનો સેવાઓને (એક – એક ટ્રીપ) વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 09413 અમદાવાદ – કોલકાતા સ્પેશિયલ અમદાવાદ થી એક ટ્રીપ

બુધવાર 05 મે 2021 સુધી અને ટ્રેન નંબર 09414 કોલકાતા – અમદાવાદ સ્પેશિયલ કોલકાતા થી એક ટ્રીપ શનિવાર 08 મે 2021 સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

Railways banner

2. ટ્રેન નંબર 09453 અમદાવાદ – સમસ્તીપુર સ્પેશિયલ અમદાવાદ થી એક ટ્રીપ

રવિવાર 09 મે 2021 સુધી અને ટ્રેન નંબર 09454 સમસ્તીપુર – અમદાવાદ સ્પેશિયલ સમસ્તીપુર થી એક ટ્રીપ બુધવાર 12 મે 2021 સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

3. ટ્રેન નંબર 09467 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ અમદાવાદ થી એક ટ્રીપ

રવિવાર 02 મે 2021 સુધી અને ટ્રેન નંબર 09468 દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ દાનાપુર થી એક ટ્રીપ મંગળવાર 04 મે 2021 સુધી વિસ્તારિત કરવામાં આવી છે. 

4. ટ્રેન નંબર 09521 રાજકોટ – સમસ્તીપુર સ્પેશિયલ રાજકોટ થી એક ટ્રીપ

બુધવાર 05 મે 2021 સુધી અને ટ્રેન નંબર 09522 સમસ્તીપુર – રાજકોટ સ્પેશિયલ સમસ્તીપુર થી એક ટ્રીપ શનિવાર 08 મે 2021 સુધી વિસ્તારિત કરવામાં આવી છે. 

મુસાફરો ટ્રેન ની સંરચના, આવર્તન, ઑપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાન ની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

ટ્રેન નંબર 09413, 09453, 09467 અને 09521 નું યાત્રી આરક્ષણ તમામ કમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી 01મે 2021 ના રોજ શરૂ થશે.

આ પણ વાંચો…IPL 2021: કોરોનાની અસર આઇપીએલ પર જોવા મળી, દસ ખેલાડીઓએ અલગ-અલગ કારણો આપીને ટુર્નામેન્ટને કહ્યું અલવિદા…!

ADVT Dental Titanium