Rivaba Jadeja

શ્રી માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને લગ્ન સામગ્રી વિતરણ કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૬ ડિસેમ્બર: જામનગરમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રી માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજની જરૂરીયાતમંદ બહેનોના લગ્ન પ્રસંગે તેમને કરીયાવરમાં ફનિર્ચર, વસ્ત્રો અને જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

Matru shakti charitable trust

ટ્રસ્ટના ટ્રસ્ટી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદ બહેન-દિકરીઓના પ્રસંગમાં તેઓને કરીયાવરની વસ્તુઓ પુરી પાડી ટ્રસ્ટે સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યુ છે.