WR Alert abhiyan

અમદાવાદ મંડળ પર વિજિલન્સ જાગૃતિ સપ્તાહનો પ્રારંભ

WR Alert abhiyan

અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 27 ઓક્ટોબરથી વિજિલન્સ અવેરનેસ વીક શરૂ થયો હતો, જે 2 નવેમ્બર, 2020 સુધી ચાલુ રહેશે. “સતર્ક ભારત સમૃદ્ધ ભારત” આ વખતે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની થીમ છે. અમદાવાદ મંડળના રેલ પ્રબંધક કાર્યાલયના પ્રાંગણમાં વિજિલન્સ જાગૃતિ સપ્તાહ અંતર્ગત પ્રથમ દિવસે શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

whatsapp banner 1

અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમારે તમામ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાની શપથ લીધા હતા. વિજિલન્સ જાગૃતિ સપ્તાહના પ્રારંભ પ્રસંગે શ્રી કુમારે તમામ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરવા હાકલ કરી હતી. આ દરમિયાન, અધિકારીઓ અને રેલ્વેમેને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ગાઇડલાઇન્સ અને સામાજિક અંતરને અનુસરીને શપથ લીધા હતા.

આ પણ વાંચો: જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન