Vaccination Festival Jamnagar

Vaccination Festival: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “રસીકરણ ઉત્સવ” અપીલને વધાવતું જામનગર

Vaccination Festival: જામનગરમાં ઠેરઠેર વેક્સિનેશન કેમ્પ કરી સેવા સંસ્થાઓ મનાવી રહી છે રસીકરણ ઉત્સવ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૧ એપ્રિલ:
Vaccination Festival: હાલ કોરોના મહામારી સામે રસીકરણ નામક હથિયાર દ્વારા લડત આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને રસીકરણ ઉત્સવ ઊજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેને વધાવતા જામનગરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ ઉત્સવના ભાગીદાર બની રહ્યા છે.

Whatsapp Join Banner Guj

જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરવાસીઓને આ રસીકરણ ઉત્સવ (Vaccination Festival)માં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. મંત્રીની સંસ્થા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ હાલમાં દરેક વોર્ડ ખાતે વેક્સિનેશન કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે, આ સાથે જ જામનગરની અન્ય સેવા સંસ્થાઓ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે.

જામનગર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત રસીકરણ સ્થળો પરથી રોજ ૪૦૦૦ જેટલા લોકો રસી લઇ રહ્યા છે.જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ૨૬૫ રસીકરણ સ્થળો પરથી રોજ ૭૦૦૦થી વધુ લોકો રસી લઇ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

ADVT Dental Titanium

આજરોજ જામનગર ખાતે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં માટેલ ચોક, ગઢવી સમાજની વાડી, રામેશ્વર શિવ મંદિર, પંચાણભાઈ શામજીભાઈ પટેલ સેવા સમાજ, ખોડીયાર કોલોની ગુંજન વિદ્યાલય અને વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રસીકરણ કેમ્પ (Vaccination Festival)યોજાયા હતા, આ કેમ્પનો આશરે ૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

આ રસીકરણ અભિયાનમાં ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, દશરથબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, રજનીશભાઈ ભટ્ટ, કિશનભાઇ માડમ તેમજ રામેશ્વર શિવ મંદિર સમિતિ, ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની જામનગર તાલુકા અભ્યુદય મંડળ, સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગઢવી સમાજ, પટેલ સમાજ અને પ્રજાપતિ યુવક મંડળ વગેરે સેવા સંસ્થાના સભ્યો,અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ