Parcel load

પશ્ચિમ રેલ્વેની 9049 માલગાડીઓ દ્વારા 18.64 મિલિયન ટન માલનું પરિવહન

Parcel load
શ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્થિત કાંકરિયા યાર્ડ પર ખાતર અને સિમેન્ટ લોડિંગ ના દૃશ્યો.

અમદાવાદ,૧૫ જુલાઈ ૨૦૨૦

22 માર્ચ, 2020 થી જાહેર કરાયેલા લોકડાઉન અને હાલમાં આંશિક લોકડાઉન દરમિયાન
મુશ્કેલ પડકારો હોવા છતાં વેસ્ટર્ન રેલ્વેએ 13 જુલાઇ, 2020 સુધીમાં પીઓએલની 990, ખાતરો 1445,મીઠા 500 ખાધ વસ્તુઓ ના 94, સિમેન્ટ ના 653, કોલસા ના 361, કન્ટેનરો ના 4395, જનરલ ગુડ્સ ના42 રેકો સહિતના માલ ગાડીઓના 9049 રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ સિવાય,મિલેનિયમ પાર્સલ વાન અને દૂધ ના વેગનના 398 રેકસને દવાઓ, તબીબી કીટ, ખોરાક, દૂધનીપાવડર અને પ્રવાહી દૂધ જેવી આવશ્યક સામગ્રીની સપ્લાય માટે ઉત્તર અને ઉત્તર પૂર્વી પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હતા. કુલ 17761 માલગાડીઓ ને અન્ય ઝોનલ રેલ્વે સાથે જોડવામાં આવી હતી, જેમાં 8873 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 8888 ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં, જમ્બોના 1184 રેક, BOXN ના 624 રેક અને BTPN ના 511 રેક સહિતના આવનારા રેકનું અનલોડિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી
યાદી મુજબ, પશ્ચિમ રેલ્વે દ્વારા 75 હજાર ટનથી વધુ વજનનો માલ પરિવહન મુખ્યત્વે 23 માર્ચ થી 13 જુલાઇ, 2020 સુધી તેની 396 પાર્સલ દ્વારા વિશેષ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે 23.98 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 57 દૂધ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ 43 હજાર ટન જેટલું ભારણ હતું અને વેગનનો 100% ઉપયોગ, જેની આવક લગભગ 7.39 કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે, વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 28 હજાર ટનથી વધુ વજન ધરાવતી 329 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી, જેની આવક રૂ .14.43 કરોડથી વધી ગઈ છે. આ સિવાય, 4355 ટન વજનવાળા 10 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. 2.16 કરોડથી વધુની આવક થઈ છે.

પશ્ચિમ રેલ્વેએ દેશના વિવિધ ભાગો માટે સમયના નિયમિત પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવવાની ચાલુ રાખી છે. આ જ ક્રમમાં, 14 જુલાઈ, 2020 ના રોજ, ત્રણ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનોથી બાન્દ્રા ટર્મિનસ – લુધિયાણા , દેવાસ – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનો શામેલ છે. પાલનપુર થી હિંદ ટર્મિનલ માટે દૂધની વિશેષ રેક રવાના થઈ હતી.એક મહત્વપૂર્ણ નિર્ણય માં ટ્રેન નમ્બર 00901/00902 બાંદ્રા ટર્મિનસ-લુધિયાના પાર્સલ ટ્રેન જો પહેલી થી જ અધિસૂચિત થઈ ચૂકી છે.ને હવે 16 જુલાઈ 2020 થી જમ્મુ તાવી સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આજ રીતે વાપસી માં આ ટ્રેન જમ્મુ તાવી થી 18 જુલાઈ 2020 થી નિર્ધારિત પરિચાલન દિવસો પર ઉપડશે.આ ટ્રેન ને બંને દિશાઓ માં લુધિયાના સ્ટેશન પછી જાલંધર કેંટ પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.