Train cancel: “યાસ” વાવાઝોડા ને કારણે આ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Train cancel: “યાસ” વાવાઝોડા ને કારણે અમદાવાદ-હાવડા અને ઓખા-હાવડા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

અમદાવાદ ,૨૩ મે: Train cancel: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત “યાસ” ને લીધે સુરક્ષાના કારણોસર અમદાવાદ-હાવડા અને ઓખા-હાવડા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જે નીચે મુજબ છે:-

Whatsapp Join Banner Guj

1.  તારીખ 25 અને 29 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ રદ રહેશે.

2.  તારીખ 25 અને 26 મે, 2021 ના રોજ હાવડા થી ચાલતી ટ્રેન નંબર 02834 હાવડા-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

3.  તારીખ 30 મે, 2021 ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નંબર 02905 ઓખા-હાવડા સ્પેશિયલ રદ રહેશે.

4.  તારીખ 25 મે, 2021 ના રોજ હાવડા થી ચાલતી ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા સ્પેશિયલ રદ રહેશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…સમોસા તળ્યા બાદ વધેલા તેલમાંથી ચાલશે હવાઈ જહાજ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા ફ્યુઅલ(carbon jet fuel) બનાવશે આ કંપની