Train cancel: અમદાવાદની 16 ટ્રેનો આગળની સૂચના સુધી રદ રહેશે

Train cancel: મુસાફરોની માંગમાં ઘટાડો થવાને કારણે, આગામી સૂચના સુધી અમદાવાદની 16 સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

અમદાવાદ , ૦૧ મે: Train cancel: પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાને કારણે, આગામી સૂચના સુધી અમદાવાદની 8 જોડી  સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.

●  ટ્રેન નંબર 02009/02010 મુંબઇ-અમદાવાદ-મુંબઇ શતાબ્દી સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

●  ટ્રેન નંબર 02931/02932 મુંબઇ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

Whatsapp Join Banner Guj

●  ટ્રેન નંબર 09071/09072 સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

● ટ્રેન નંબર 09260 ભાવનગર-કોચુવેલી સ્પેશિયલ 4 મે 2021 થી અને ટ્રેન નંબર 09259 કોચુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

● ટ્રેન નંબર 09293 બાંદ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09294 મહુઆ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

● ટ્રેન નંબર 09310 ઇન્દોર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 3 મે 2021 થી અને ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

● ટ્રેન નંબર 09575 ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09576 નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

●  ટ્રેન નંબર 09579 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 6 મે 2021 થી અને ટ્રેન નંબર 09580 દિલ્હી સરાય રોહિલા-રાજકોટ સ્પેશિયલ 7 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે

આ પણ વાંચો…Vaccination camp: જામનગરની પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

ADVT Dental Titanium