મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા ની પ્રવેશ પ્રક્રિયા માટે નો બીજો રાઉંડ આજથી ચાલુ થયેલ છે.


આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા (MD/MS/DIPLOMA/MDS) ની પ્રવેશ પ્રક્રિયા માટે નો બીજો રાઉંડ આજ રોજ તા: ૦૨/૦૭/૨૦૨૦ થી ચાલુ થયેલ છે.

·        ACPPGMEC ના મેરીટ લીસ્ટ માં સમાવિષ્ટ અને ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ માં પ્રવેશ ધરાવતા ના હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઇ શકશે. આ રાઉંડનો વિગતવાર કાર્યક્રમ એડમિશન કમિટી ની વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. આ અંતર્ગત ઓનલાઈન ચોઈસ ફીલિંગની પ્રક્રિયા આજ રોજ તા: ૦૨/૦૭/૨૦૨૦ થી શરુ થઇ ગયેલ છે જે તા: ૦૪/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તા: ૦૬/૦૭/૨૦૨૦ ના રોજ સીટો ની ફાળવણી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર જાહેર કરવા માં આવશે. ફળવાયેલ પ્રવેશ કન્ફર્મ કરવા માટે ઉમેદવારે તા: ૦૬/૦૭/૨૦૨૦ થી ૧૦/૦૭/૨૦૨૦ સુધી ઓનલાઈન અથવા એક્સિસ બેંકની નિયત કરેલ શાખામાં ફી જમા કરાવી તા: ૦૬/૦૭/૨૦૨૦ થી ૧૧/૦૭/૨૦૨૦ સુધી નિયત કરેલા હેલ્પ સેંટર ખાતે અસલ પ્રમાણપત્ર સાથે રીપોર્ટીંગ કરવાનું રહેશે.

·        બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટેની સૂચનાઓ, ફળવાયેલ પ્રવેશ કન્ફર્મ કરવા માટે ની સૂચનાઓ, તેમજ ઓલ ઇન્ડિયા ક્વોટાની ખાલી પડેલી તથા બીજા રાઉન્ડ માટે ઉમેરાયેલી નવી બેઠકો ની માહિતી પણ એડમિશન કમિટી ની વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે.

·        નવી આવેલી તથા ભરાયા વગરની સીટો ની માહિતી નીચે મુજબ છે.

 MD/MS/ DiplomaMDS
Non-Reported Seats of First Round362118
Cancellation till date14107
All India Vacant Seats19407
Newly added seats0500
Total702132

·        આજ રોજ (તા. ૦૨.૦૭.૨૦૨૦) પ્રવેશ સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય ના દરેક (૧૬) હેલ્પ સેન્ટર સાથે પ્રવેશ કન્ફર્મ કરવા માટેની યોગ્ય સૂચનાઓ તેમજ ઉપર દર્શાવેલ મુદ્દાઓ પર ‘વિડીઓ કોન્ફરન્સીંગ’ દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવેલ છે.

·        જે-તે હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભીડ ના થાય તે માટે હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ કરાવવા માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ની વ્યવસ્થા ઊભી કરેલ છે. તેમજ પ્રતિ કલાકે માત્ર ૧૫ જ વિદ્યાર્થીને અપોઈન્ટમેન્ટ મળશે. તદુપરાંત, દરેક હેલ્પ સેન્ટરને ‘સોશિયલ ડીસ્ટન્સિંગ’ જાળવવા માટે ની સખ્ત સૂચનાઓ આપવામાં આવેલ છે. 

  • વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્ભવતાં પ્રશ્નો અને મૂંઝવણ માટે પ્રવેશ સમિતિ દ્વારા ટેલિફોન તેમજ ઈ-મેઇલ દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
  • વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિ ની વેબસાઈટ નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે.