Leopards

પ્રધાનમંત્રીએ દીપડાની વધતી વસ્તી પર ખુશી વ્યક્ત કરી

whatsapp banner 1

22 DEC 2020 by PIB Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં દીપડાની વધતી વસ્તી અંગે ખુશી વ્યક્ત કરી છે અને પશુ સંરક્ષણ માટે કામ કરી રહેલા તમામ લોકોને અભિનંદન આપ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘સારા સમાચાર! સિંહ અને વાઘ પછી, દીપડાની વસ્તી વધી રહી છે.

જે લોકો પ્રાણી સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે તેમને અભિનંદન. આપણે આ પ્રયત્નો ચાલુ રાખવાના છે અને સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા પ્રાણીઓ સલામત આવાસોમાં રહે.”