108 JMC edited

૧૦૮ની પ્રશંસનિય કામગીરીને લીધે માતા અને બાળકી નો જીવ બચ્યો

108 JMC edited

જામનગર નજીક કાનાલુસ મા ૧૦૮ની પ્રશંસનિય કામગીરીને લીધે માતા અને બાળકી નો જીવ બચ્યો

કાનાલુસ રેલ્વે સ્ટેશન નજીક માલગાડી પાસે પ્રસૂતિ કે પીડા ઉપડતાં પ્રસૂતા ને ૧૦૮ની ટીમે દોઢ કિલોમીટર સ્ટ્રેચરમાં ઉચકયા પછી ચાલુ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૬ ઓક્ટોબર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ રેલવે સ્ટેશન નજીક એક પ્રસૂતા ને ગઈકાલે બપોરે એકાએક પ્રસુતિ ની પીડા ઊપડી હતી, અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જયાં માલગાડી ઊભી હોવાના કારણે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી ૧૦૮ની ટીમે પ્રસૂતાને દોઢ કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા પછી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી, અને માતા પુત્રનો જીવ બચાવી લઈ પ્રશંસનીય કામગીરી કરી હતી. લાલપૂર નજીક કાનાલુસ રેલવે ના પુલ મા કામ કરતા મજુર મહિલા સરલાબેન અર્જુનભાઈ ડામોર( ઉં.વ.૨૧) ને ગઈકાલે બપોરે સાડા ચારેક વાગ્યા ના અરસા મા અચાનક અધૂરા મહિને પ્રસુતિ નો દુખાવો ઉપડતા તેમના સગા એ ૧૦૮ મા કોલ કર્યો હતો. જેનો કોલ ખાવડી લોકેશન ૧૦૮ ને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યાં હતા.

જ્યા રેલવેસ્ટેશન પર માલગાડી હોવાને લીધે એમ્બુલેન્સ જઈ શકે તેમ ન હોવાથી આશરે દોઢ કિ.મી. દૂર ૧૦૮ના પાઇલોટ ધર્મેશભાઈ અને ઇ.એમ.ટી. રસીલાબા એ સ્ટ્રેચર મા રેસ્ક્યુ કરી માલગાડી ક્રોસ કરીને એમ્બુલેન્સ મા લાવ્યા હતા. પરંતૂ દુખાવો વધી જતા રસ્તામા એમ્બુલેન્સ રોકી ડિલિવરી કરવી પડી હતી. અધૂરા મહિને થતી ડિલિવરી ઘણી મુશ્કેલ હતી, તેમ છતાં ૧૦૮ ના સ્ટાફના રસીલાબાએ ઉપરી અધિકારી ના મદદ થી ડિલિવરી કરાવી અને માતા અને બાળકી નો જીવ બચાવ્યો હતો. અને વધુ સારવાર અર્થે જામનગર જી. જી. મા લાવ્યા હતા.

આ સફળ પ્રસુતિ ને લઈને પ્રસુતા મહિલા ના સગા અને રેલવે ના અન્ય કર્મચારી-શ્રમિકો વગેરે એ ૧૦૮ નાં સ્ટાફ ની કામગીરી ને બિરદાવી પ્રશંસા કરી હતી, તેમજ આભાર માન્યો હતો.