Congress Foundation day JMC 3

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના સ્થાપનાદિન ની ઉજવણી કરાઈ.

Congress foundation day celebration at jamnagar office

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ૧૩૬ માં સ્થાપના દિન નિમિત્તે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જીવણભાઈ કુભરવાડીયા નાં અધ્યક્ષસ્થાને ધ્વજ ફરકાવીને સલામી આપવા માં આવી હતી, ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી યુસુફભાઈ ખફી વિસ્તૃત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિન ની વિગતવાર માહિતી આપી દરેક હોદેદારો અને કાર્યકરો ને સંબોધ્યા હતા,

whatsapp banner 1

આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ ના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા મુળુભાઇ કંડોરીયા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કણૅદેવસિહ જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર શહેર કોપૉરેશન નાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ભાઈ ખફી, જામનગર શહેર કોંગ્રેસ (મહીલા) પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા , પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલામંત્રી સહારાબેન મકવાણા જૈનમબેન, પૂજાબેન નકુમ,જેનબબેન ખફી,તથા પૂર્વ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પી.સી.ખેતિયા,લલિતભાઈ પટેલ, તેજસ ડોઢિયા, ડૉ.તૌશિફખાન પઠાણ, ભુપતસિહ કે.ચૌહાણ સેવાદળના પ્રમુખ તથા જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ ના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

આ કાયૅક્રમ નું સંચાલન અને સંકલન કે.પી.બથવારે કરેલ હતું આ તકે જીવણભાઈ કુભંરવાડીયા પ્રમુખજામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ કણૅદેવસિહ જાડેજા ઉપપ્રમુખ, કે.પી.બથવાર મહામંત્રી (સંગઠન)જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિગેરે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો….

loading…