Diyodar Police station

દિયોદર પંથકની કેનાલમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો.જાણો વિગત….

પ્રેમી સહિત બે આરોપીની ધરપકડ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૫ જાન્યુઆરી:
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી ગત 12 તારીખે કોથળામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. આ લાશ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની પૂજાબેન ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે દિયોદર પોલીસે તરવૈયાઓની મદદથી કોથળાને બહાર કાઢ્યો હતો. જેમાં એક મહિલાના પગ બાંધી અને કોથળામાં પથ્થરો અને લાશને ભર્યા બાદ કોથળાને તારથી બંધ કરી દીધો હતો. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બનાસકાંઠામાં મહિલાની લાશ મળવાના મામલે પોલીસે મહિલાના પ્રેમી સહિત 2ને ઝડપી પાડ્યા છે.

Whatsapp Join Banner Guj

પોલીસે મહિલાની હત્યાના મામલે પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલાની હત્યા પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ જ કરી હતી. અને હત્યા બાદ પ્રેમીએ પ્રેમિકા પૂજાબેન ઠાકોરની લાશ કોથળા માં બાંધીને ફેંકી દીધી હતી. પ્રેમી અને મૃતક પ્રેમિકા વચ્ચે કોઇ વાતને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. જેથી પ્રેમીએ પ્રેમિકાની હત્યાનું કાવતરૂં રચી નાંખ્યું હતું અને આ માટે તેણે પોતાના બે મિત્રોની પણ મદદ લીધી હતી. હત્યા કરવા માટે પ્રેમીએ પ્રેમિકાને વાતોમાં લઇ મોબાઈલ આપવા ના બહાને બોલાવી હતી. અને પ્રેમિકા આવતા જ પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. બાદમાં આરોપીઓએ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરી લાશને ફેંકી દીધી હતી. લાશ કેનાલમાંથી બહાર ન આવે તે માટે કોથળામાં ઇટો પણ ભરી હતી. જોકે, એલ.સી.બી તેમજ સ્થાનિક પોલીસે પ્રેમી સહિત બે યુવકોને હત્યામાં ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો..Ind Vs Aus:ટીમ ઇન્ડિયા પાસે અનુભવી બોલરો ન હોવાનો ઓસ્ટ્રેલિયાએ લીધો લાભ, ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટના પહેલા દિવસના અંતે 5 વિકેટના ભોગે 274 રન કર્યા