Subhash chandra bosh 1

જામનગર માં હિન્દુ સેના દ્વારા સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિની ઉજવણી કરાય.

Subhash chandra JMc

તુમ મુજે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગા

જામનગર માં હિન્દુ સેના દ્વારા સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિની ઉજવણી કરાય.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૩ જાન્યુઆરી:
જામનગર માં 22 જાન્યુ. ના રાત્રે 12 વાગ્યે 23 જાન્યુ. ની શરૂઆત થતાં જ ” તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” નો નારો આપનાર શ્રી સુભાષ ચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિતે જામનગર શહેર ના મુખ્ય દ્વારે સુભાષ ચંદ્ર ની પ્રતિમાને સાફ સફાઈ કરી, ફૂલ હર કરી, ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ને ઉમંગ ઉત્સાહ સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો.

Whatsapp Join Banner Guj

જે સમયે હિન્દુ સેના જામનગર જિલ્લા પ્રમુખ વિનુભાઈ આહીર, શહેર પ્રમુખ દિપકભાઈ પિલ્લેઇ, જિલ્લા યુવા પ્રમુખ મયુર પટેલ, ભાવેશ ઠુંમર, વિરેન્દ્રસિંહ જાડેજા, વિરાટ સિહ વાઢેર, રાજેશભાઈ હિન્દુજા, ચિરાગ વાછીયા, સુમિત દોસાનીયા,કિશન દેસાઈ, ધવલ ડાંગર, કુલદીપસિંહ, ધીરેન નંદા, યશ જોશી, વિવેક ખેતાણી, દર્શન ત્રીવેદી સહિત અનેક સૈનિકો તેમજ ગુજરાત હિન્દુ સેના પ્રમુખ પ્રતીક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સેના દ્વારા દર વર્ષે સુભાસચંદ્ર બોઝ નો જન્મ દિવસ ઉજવવા સંકલ્પ લીધા હતા.

આ પણ વાંચો…ગુજરાત સરકારની મોટી જાહેરાતઃ વિવાહ કરનારા લોકો માટે ખુશ ખબર, હવે લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત