Rail Pataricristian s RRQlFp347kQ unsplash

મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ ના ટેક્નિકલ ટેન્ડર ખોલ્યું

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન એ મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ ની 47% રેલ લાઇન અને  4 સ્ટેશનો ને કવર કરવાવાળા સૌથી મોટા ટેન્ડર માથી એક માટે ટેક્નિકલ ટેન્ડર ખોલ્યું

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન એ  47% રેલવે માર્ગ અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ ના 4 સ્ટેશનોને આવરી લેનારા સૌથી મોટા ટેન્ડર માટે ટેક્નિકલ ટેન્ડર શરૂ કર્યા છે. મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ્વે કોરિડોરની 237 કિલોમીટર લાંબી મેઇનલાઇનના ડિઝાઇન અને નિર્માણ માટે ટેક્નિકલ ટેન્ડર ખોલવામાં આવ્યા 

આ ટેન્ડર ગુજરાત રાજ્યના વાપી અને વડોદરા વચ્ચેના કુલ 508 કિલોમીટરના રેલ માર્ગમાંથી લગભગ 47% છે. તેમાં 04 સ્ટેશનો વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ, 24 નદીઓ અને 30 રસ્તા ક્રોસિંગ છે. આ પૂરો રેલ ખંડ ગુજરાત રાજ્યમાં છે અને આ પ્રોજેક્ટ માટે 83% થી વધુ જમીનનું અધિગ્રહણ થઈ ચૂક્યું  છે.

આ પ્રતિસ્પર્ધી નીલામી પ્રક્રિયામાં 7 પ્રમુખ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સહિત ત્રણ  બોલી લગાવવા વાળાઓએ ભાગ લીધો છે.

 બિડરોનું નામ:

 1: એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ-ઈરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ-જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ 

 2: લાર્સન અને ટુબ્રો લિમિટેડ.

 3: એનસીસી લિમિટેડ – ટાટા પ્રોજેક્ટ લિમિટેડ – જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ – એચએસઆર સંગઠન

loading…

આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન એકલા એમએએચએસઆર 90,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ આપશે.  આ પ્રોજેક્ટથી રોજગારની તકોમાં વધારો થશે અને ઉત્પાદન અને વિનિર્માણ એકમોને પણ ફાયદો થવાની અપેક્ષા છે.  આ પ્રોજેક્ટના નિર્માણમાં 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 1.4 લાખ મેટ્રિક ટન સરચનાત્મક ઇસપાતનો ઉપયોગ થવાની સંભાવના છે.  આ બધાંનું ઉત્પાદન ફક્ત ભારતમાં થશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ દ્વારા નિર્માણ મશીનરી બજાર ને પણ વેગ મળશે તેવી અપેક્ષા છે.