Teachers blood donation

Teachers donated blood: શિક્ષણ સહાયકોના જીવનની નવી ઇનિંગ,વિધાદાન કરનારા શિક્ષકોએ કર્યુ રક્તદાન

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૦૨ જૂન:
Teachers donated blood: રાજ્ય સરકારની ફેશલેશ અને પેપરલેશ ચયન-પસંદગી ગુણવત્તાના ઘોરણે કરીને ટૂંકા ગાળામાં રાજ્ય સરકારને ૨૯૩૮ શિક્ષણ સહાયકો મળ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાને પણ ૧૪૬ શિક્ષણ સહાયકો મળવા પામ્યા છે. શિક્ષકની કામગીરીને નોબલ પ્રોફેશન તરીકે ગણવામાં આવે છે. આ વ્યવસાય મની મેકિંગ નહીં પરંતુ સમાજના ઉચ્ચ સંસ્કાર યુક્ત ચારિત્ર્યના ભાવિ પેઢીનું ઘડતર કરવાનું ઉત્તમ સેવાદાયિત્વ પૂરૂ પાડે છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ જિલ્લાના ૧૪૬ શિક્ષણ સહાયકો જ્યારે આ નોબલ પ્રોફેશનમાં પ્રવેશીને નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યા હોય ત્યારે જિલ્લા અને રાજ્યને આ યુવા બ્રિગેડથી આશાઓ વધી જાય છે. અમદાવાદ જિલ્લામાં શિક્ષણ સહાયક તરીકે જોડાઇને નવનિયુક્ત શિક્ષકોએ રક્તદાન (Teachers donated blood) કરીને ઉમદાકાર્યની શરૂઆત કરી હતી.અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી આર.આર. વ્યાસ સહીત ૬ શિક્ષણકર્મીઓએ કાલે રક્તદાન કર્યુ હતુ. સમાજના શિક્ષણ યજ્ઞમાં વિધાદાન કરનારા શિક્ષકોએ રક્તદાન કરીને રક્ત પ્રવર્તમાન સંજોગોમાં કેટલું મહ્તવનું છે તેનો સંદેશો આપ્યો હતો.

આ રક્તદાન (Teachers donated blood) કરીને નવનિયુક્ત યુવા શિક્ષકોએ રાષ્ટ્રનિર્માણમાં જરૂરી તમામ પડકારો ઝીલવા સજ્જ હોવાનુમં અને ભાવિ પેઢીના ઘડતર માટે ઉમદા સેવાદિયત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવાનો સકારાત્મક સંદેશો આપ્યો હતો.

આ પણ વાંચો…Big News: આખરે ગુજરાત સરકારે રદ કરી ધો-12(12th Board exam)ની બોર્ડની પરીક્ષા, વાંચો વધુમાં શું કહ્યું રાજ્ય શિક્ષણ મંત્રએ

અમદાવાદ જિલ્લાના દેત્રોજ સ્થિત સરાકારી શાળામાં નવનિયુક્ત શિક્ષક નિલેશભાઇ મકવાણાએ જણાવ્યું કે,એક લોહીં બીજા લોહીંના કામે આવે,મારા રક્ત થકી જરૂરિયાતમંદનો જીવ બચે, રાજ્ય સરકારે જ્યારે માનવસેવાનો યજ્ઞ આદર્યો હોય ત્યારે તેમાં રક્તદાન (Teachers donated blood) થકી લોકસેવામાં જોડાવવાના શુભ આશયથી મેં રક્તદાન કર્યું.

અગાઉ હું ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.રાજ્ય સરકારમાં જોડાવવાની વર્ષોથી ઝંખના સેવી રહ્યો હતો. જેમાં કાલે મને સફળતા મળી છે.જેના હર્ષની લાગણી સ્વરૂપ અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ અને નવીન જવાબદારી નિભાવવા અને પ્રવર્તમાન સ્થિતિમાં રક્તનું (Teachers donated blood) મહત્વ સમજીને જ મેં કાલે રક્તદાન કર્યું છે.

ADVT Dental Titanium