Cycle rally SWAC

ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે SWACના AOC-IN-C એર માર્શલ એસ.કે.ઘોટિયાએ ‘સ્વર્ણિમ વિજય સાઇકલ રેલી’ને આવકારી

શનિવાર, 02 જાન્યુઆરી: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના હેડક્વાર્ટર દ્વારા 02 જાન્યુઆરી 2021ના રોજ ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે એક દિવસીય સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એર વાઇસ માર્શલ ઉમેશ કુમારે આ રેલીને લીલીઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. સાઇકલિસ્ટોએ ડીસા ખાતે સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરીને ભારતીય વાયુસેના વિશે જાગૃતિ ફેલાવી હતી અને ‘ફિટ ઇન્ડિયા’ પહેલને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયની “સ્વર્ણિમ જયંતિ”ની ઉજવણી નિમિત્તે “હર કામ દેશના નામ” સૂત્ર સાથે યોજવામાં આવ્યો હતો.

whatsapp banner 1

સાઉથ વેસ્ટર્ન એક કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSMએ આ જ દિવસે ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે સાઇકલિંગ ટીમને આવકારી હતી અને સાઇકલિંગ ઉત્સાહિતોનું સન્માન કર્યું હતું. તેમણે ‘ફિડ ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવા બદલ તેમજ આપણાં યુદ્ધ નાયકોને યાદ કરવા માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો….ન્યુ ટ્રેન્ડઃ માતા-પિતા જ નક્કી કરે છે કે બાળક દુનિયામાં ક્યારે આવશે? જાણો શા માટે થાય છે સિઝર ડિલેવરી?