Poonam Madam Puja 2

જામનગરમાં હાલર માજી સેનિક મંડળના કાર્યલય ખુલ્લું મુકતા સાંસદ પૂનમબેન માડમ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૩ જાન્યુઆરી
: જામનગર માં આજે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ ના કાર્યાલય નું સાંસદ સભ્ય ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જામનગર માં મોટી સંખ્યા માં માજી સૈનિક વસવાટ કરતાં હોય ત્યારે તેના નાના મોટા પ્રશ્નો ને વાચા આપવા માટે આ કાર્યાલય નું સ્થાપન કરવામાં આવ્યું છે

whatsapp banner 1

જામનગર માં ગાંધીનગર રોડ પર હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ ના કાર્યાલય નું ઉદઘાટન જામનગર ના સાંસદસભ્ય પૂનમબેન માડમ ના હસ્તે કરવામાં આવ્યું છે

ભારત દેશ ના સીમાડે દેશ ની રક્ષા કરતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સૈનિકો જ્યારે રિટાયર્ડ થઈ માદરે વતન જામનગર અને દ્વારકા આવે ત્યારે તેમણે નાના મોટા ઘણા પ્રશ્નો હોય છે આ પ્રશ્નો ને તેમજ માજી સૈનિક મંડળ ના પ્રશ્નો, શાહિદ થયેલા વીર ના પરિવાર ના પ્રશ્નો અને માજી સૈનિક ને માલતિ સુવિધા ઑ અપાવવા માટે મંડળ ના કાર્યાલય નું આજે શાસ્ત્રોક્ત વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉપરાંત  હવેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે નો પત્રવ્યવહાર અંહી થી જ કરવામાં આવશે આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જાડેજા અને માજી સૈનિક મંડળ ના પ્રમુખ ભરતસિંહ સહિત જામનગર અને દેવભૂમિદ્વારકા ના માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો….ન્યુ ટ્રેન્ડઃ માતા-પિતા જ નક્કી કરે છે કે બાળક દુનિયામાં ક્યારે આવશે? જાણો શા માટે થાય છે સિઝર ડિલેવરી?