હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા મા આવી છે:ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત

Diamond worker

આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે આપણા પ્રધાનમંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર પાઠવી ને હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ ની માંગણી કરવા મા આવી છે

કેમ કે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો પહેલા થી બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે પાયમાલ થઈ ગયા છે

ત્યા જ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે સરકારશ્રી એ જે લોકડાઉન જાહેર કર્યું તેના કારણે રત્નકલાકારો બે મહિના સુધી રોજગારી થી વંચિત રહ્યા અને સરકારે લોકડાઉન નો પગાર કામદારો ને આપવો પડશે એવો પરિપત્ર જાહેર કર્યો પણ તેનો અમલ સરકારશ્રી દ્વારા કરાવી શકાયો નથી જેના કારણે રત્નકલાકારો ને લોકડાઉન નો કોઈ જ પગાર ચૂકવાયો નથી તો બીજી તરફ સરકારશ્રી દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ કરવા નથી આવી અને સરકારે રત્નકલાકારો ને રામ ભરોસે છોડી દીધા છે

Diamond worker 2 2

બે દિવસ પહેલા સુરત ખાતે પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રી ને રૂબરૂ મળવા માટે પણ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સમય માંગવા મા આવ્યો હતો પરંતુ રત્નકલાકારો ની રજુઆત માટે નો સમય તંત્ર દ્વારા આપવા મા આવ્યો નહોતો

હીરાઉધોગ ને બંધ કરવા ને કારણે સુરત માંથી મોટા પ્રમાણ મા રત્ન કલાકારો હિજરત કરી રહ્યા છે તેમને રોકવા ખૂબ જરૂરી છે જે બાબતે પણ તંત્ર નુ ધ્યાન દોરવા નુ અમે પ્રયત્ન કર્યો છે

હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને આર્થિક પેકેજ જાહેર કરવા ની માંગ ને ટેકો આપવા અને આર્થિક પેકેજ ની માંગ ને વધુ મજબૂત અને પ્રબળ બનાવવા અને સરકારશ્રી ને રજુઆત કરવા માટે તમામ રાજકીય પક્ષો ધાર્મિક અને સામાજિક સંસ્થા ઓ તથા સેવાકીય સંસ્થા ઓ ને આગળ આવવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવા મા આવે છે

સાથે હીરાઉધોગ ને નવી ગાઈડલાઈન જાહેર કરી જેમા વધુ દંડ અને સજા ની જોગવાઈ કરી ને ચાલુ કરવા મા આવે સૌના હિત મા છે પરંતુ રત્નકલાકારો ના સ્વાસ્થય સાથે જે લોકો ચેડા કરશે તેમની સામે તો કાર્યવાહી થવી જ જોઈએ કેમ કે અમારા રત્નકલાકાર ના જીવ ની કિંમત પણ નેતા ઓ કે ઉધોગપતિ ઓ ના જીવ ની કિંમત જેટલી જ છે

હીરાઉધોગ ને મજબૂત ગાઈડલાઈન સાથે શરૂ કરી ને તેનુ નિરીક્ષણ કરવા માટે સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સુરત જિલ્લા કલેકટરશ્રી તથા સુરત પોલીસ કમિશનરશ્રી ના માર્ગદર્શન મુજબ અને રાજકીય પ્રેસર ને ખમી શકે એવી મજબૂત ટીમ બનાવવા મા આવે તો હીરા ઉધોગ મા સરકાર ની ગાઈડલાઈન નુ પાલન થઈ શકશે બાકી જો એ ટીમ મા નેતા ઓ કે ઉધોકારો હશે તો પરિસ્થિતિ પહેલા જેવી જ થશે એવી અમને આશંકા છે

Letter to PM