અમદાવાદ ડિવિઝનની સ્પેશિયલ ટ્રેનોની સેવાઓનો વધારો

Railways banner

અમદાવાદ, ૨૧ ડિસેમ્બર: રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ ડિવિઝન થઈને દોડતી જુદી જુદી સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે.જેની વિગત નીચે મુજબ છે.

1. ટ્રેન નં 06501 અમદાવાદ-યશવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર) 29 ડિસેમ્બર, 2020 થી 2 ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06502 યશવંતપુર -અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક રવિવાર) 27 ડિસેમ્બર,2020 થી 31 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નં 06505 ગાંધીધામ- કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર) 29 ડિસેમ્બર,2020 થી 2 ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06506 કેએસઆર બેગલુરૂ -ગાંધીધામ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શનિવાર) 26 ડિસેમ્બર,2020 થી 30 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

3. ટ્રેન નં 06508 કેએસઆર બેગલુરૂ – જોધપુર સ્પેશિયલ દ્વિ સાપ્તાહિક (પ્રત્યેક બુધવાર અને સોમવાર) 30 ડિસેમ્બર,2020 થી 27 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06507 જોધપુર-કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શનિવાર અને ગુરૂવાર) 02 જાન્યુઆરી,2021થી 30 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

4. ટ્રેન નં 06210 કેએસઆર મૈસુર – અજમેર સ્પેશિયલ દ્વિ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર અને ગુરૂવાર) 31 ડિસેમ્બર,2020 થી 28 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06209 અજમેર- મૈસુર સ્પેશિયલ દ્વિ સાપ્તાહિક (પ્રત્યેક શુક્રવાર અને રવિવાર) 03 જાન્યુઆરી, 2021થી 31 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

5. ટ્રેન નં 06521 યશવંતપુર-જયપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક ગુરૂવાર) 31 ડિસેમ્બર,2020 થી 28 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06522 જયપુર- યશવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શનિવાર) 02 જાન્યુઆરી, 2021થી 30 જાન્યુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

6. ટ્રેન નં 06205 કેએસઆર બેગલુરૂ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક શુક્રવાર ) 25 ડિસેમ્બર,2020 થી 29 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06206 અજમેર-કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક સોમવાર) 28 ડિસેમ્બર,2020 થી 01ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે.

7. ટ્રેન નં 06534 કેએસઆર બેગલુરૂ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક રવિવાર ) 27 ડિસેમ્બર,2020 થી 31 જાન્યુઆરી ,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06533 જોધપુર-કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક બુધવાર) 30 ડિસેમ્બર,2020 થી 03ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે