Laundry GG Hospital 2 1

ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ જામનગર ખાતે દર્દીઓની સુવિધામાં ઉમેરો ખાસ લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન કરાયું

કોવિડના પેશન્ટ માટે ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૬ નવેમ્બર: જામનગરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉદ્ઘાટન કરાયું હતું. આ લોન્ડ્રી એરિયામાં કોવિડના પેશન્ટ માટે વપરાયેલા કપડાને સ્વચ્છ કરવા ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં આ સુવિધાનો ઉમેરો કરવામાં ટાટા કેમિકલ્સ લિમિટેડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.

whatsapp banner 1

આ તકે, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ કલેકટર ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, અધિક ડીન શ્રી ડો. ચેટરજી, ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.