DRM

સ્વચ્છ રેલ પરિસર દિવસ પર અમદાવાદ સ્ટેશન પર શ્રમદાન નું આયોજન

 અમદાવાદ,૨૨ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા આજે ‘સ્વચ્છ રેલ – સ્વચ્છ ભારત’ સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છ રેલ પરિસર દિવસ’ નિમિત્તે અમદાવાદ મંડળ ના મોટા સ્ટેશનો, કાર્યાલયો અને ડેપોમાં સઘન ઝુંબેશ અંતર્ગત પરિસરની સફાઇ સુનિશ્ચિત કરવામાં આવી હતી. સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું, જેમાં અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ એન. શિંદે અને વરિષ્ઠ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધલ શ્રી ફ્રેડરિક પેરિયત સહિત 50 થી વધુ સ્વયંસેવકોએ રેલવે સ્ટેશન પરિસર માં શ્રમદાન આપીને સ્ટેશન સ્વચ્છ બનાવ્યું હતું.     

loading…

આ પ્રસંગે મીડિયા સાથે ચર્ચા દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી ઝા એ જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દરરોજ વિવિધ સ્થળોની સફાઇ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.મંડળ ના દરેક સ્ટેશન ને સ્વચ્છ રાખવા માં યાત્રીઓ ની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપ્યો. તેમને કહ્યું કે અમે અનુરોધ કરીએ છીએ કે તમામ ટ્રેનો, સ્ટેશનો અને પરિસરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ કરે અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આ સ્ટેશનોની સ્વચ્છતામાં વધુ સુધારો કરવા આગળ આવે અને અભિયાનમાં સક્રિય થવા પહેલ કરી હતી.

એનાઉન્સમેન્ટ સિસ્ટમ થી મુસાફરોને સ્વચ્છતા અંગે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા પખવાડિયુ 30 સપ્ટેમ્બર 2020 સુધી ચલાવવામાં આવશે.