Rajpipla Local poll: રાજપીપળા નગરપાલિકાના બાકી લ્હેણાંને લઈને બંને પાલિકા પૂર્વ પ્રમુખો ને ડિસ્ટિક કોર્ટે આપ્યો સ્ટે : હવે ચૂંટણી લડી શકશે

Rajpipla Local poll: તત્કાલીન જિલ્લા કલેક્ટરે ભાજપ ના ઇસારે અમારા પર રીશ રાખી આ રિકવરી નો કેશ કર્યો હતો પરંતુ અમને આજે સ્ટે મળ્યો હોય ન્યાય તંત્ર પરનો વિશ્વાસ અમારો દ્રઢ થયો : ભરત વસાવા

News Flash 16 9

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૦૯ ફેબ્રુઆરી:
રાજપીપલા નગર પાલિકાની ચૂંટણી (Rajpipla Local poll) ના વાતાવરણ વચ્ચે ઉમેદવારો ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યા છે ત્યારે પાલિકા ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને મહેશ ભાઈ વસાવા ને પાલિકામાં બાકી લહેણું હોય એ મુદ્દે પાલિકા મુખ્ય આધિકારીએ NOC આપવાની ના પડતા તેઓ ચૂંટણીનું ફોર્મ ભરી શકેશે નહિ એ વાતે નગર માં રાજકારણ ગરમાયુ હતું જોકે આ બાકી લહેણાનો કેશ બાબતે રાજપીપળા ની એડિશનલ ડિસ્ટિક કોર્ટમાં અપીલ કરી સ્ટે માંગતા ડિસ્ટિક કોર્ટે સ્ટે આપતા બંને ઉમેદવારોને હવે NOC મળશે અને જેના આધારે તેઓ ચૂંટણી નું ફોર્મ ભરી ચૂંટણી લડી શકાશે.

ભાજપ ના ઇસારે અમે ચૂંટણી ના લડી શકીયે એ માટે આ કેશ આગળ કરવામાં આવ્યો પરંતુ અમે સ્ટે લાવ્યા હવે અમે ચૂંટણી લડીશું અને પાલિકા માં કેટલો ભ્રસ્ટાચાર કોણે કર્યો એ બતાવીશું અમારી પર આ રિકવરી ખોટી રીતે લગાવી છે.:- મહેશ વસાવા (પાલિકા પૂર્વ પ્રમુખ )

Whatsapp Join Banner Eng

Rajpipla Local poll: પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા નગર પાલિકામાં વર્ષોથી અપક્ષ જૂથોનો દબદબો રહ્યો છે.ત્યારે 2014-15 માં રાજપીપલા નગરપાલિકા માં વહીવટ ને લઈને અનેક વિવાદો થયા હતા. જેથી જેતે સમયે જિલ્લા કલેક્ટરે ખાસ ટીમ મૂકી પાલિકાના હિસાબોનું ચેકીંગ કરવામાં આવ્યું જેમાં જેતે સમયે લગભગ 11 મુદ્દા ટાંકી પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા પર 26 લાખ અને કારોબારી ચેરમેન ભરતભાઈ વસાવા પર 26 લાખની રિકવરી કાઢવા માં આવી હતી

જેથી 2018 માં આ રિકવરી સામે બંને કોર્ટ માં અપીલ કરી હતી. ત્યારે આ રિકવરી ને આગળ ધરી હાલ ની ચૂંટણી માં તેમને એન.ઓ.સી. ન મળે તેઓ ચૂંટણી ફોર્મ ના ભરી શકે જે બાબત સામે આવતા નામદાર ડિસ્ટિક કોર્ટ માં અરજદાર ના વકીલોએ આ રિકવરી છે તે સામાન્ય સભામાં અને કારોબારીમાં તમામ સભ્યો વચ્ચે લેવાયેલો નિર્ણય હોવાની રજુઆત ને કોર્ટે મંજુર રાખી સ્ટે આપવામાં આવતા તેમનો હવે ચૂંટણી લડવાનો રસ્તો આસાન થયો છે.

અમો અપક્ષ કોંગ્રેસ સત્તા ને દૂર કરવા ભાજપના ઇસારે તત્કાલીન કલેક્ટર દ્વારા આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે કલેક્ટર નિયામક તરીકે ગાંધીનગર હોય અંગત રાગદવેશ રાખી આ રિકવરી પણ કાઢવામાં આવી જોકે એકદમ ખોટી રીતે ઉપજાવી કાઢેલો કેશ છે 2018 માં અમે અપીલ કરી આજે મને ન્યાય મળ્યો છે આ સ્ટે મળતા ન્યાય તંત્ર પર મારો વિશ્વાશ દ્રડ બન્યો છે.:- ભરત વસાવા (પૂર્વ પ્રમુખ રાજપીપલા પાલિકા )

આ પણ વાંચો…આલિયા ભટ્ટ(Alia Bhatt) માલદીવના બીચ પર બિકની પહેરીને મનાવી રહી છે વેકેશનઃ જુઓ ફોટોઝ