રાજપીપલા (Rajpipla) ના ગામડાઓ પુનઃ તસ્કરો નો તરખાટ, ખેતરો માં ખેતી ના સાધનો બાદ હવે પશુધન ની ચોરી

rajpipala
symbolic pic

નર્મદા પોલીસ ની ઊંઘ ઉડાડતા. નિશાચરો

રાજપીપલા ના (Rajpipla) ગામડાઓ પુનઃ તસ્કરો નો તરખાટ ખેતરો માં ખેતી ના સાધનો બાદ હવે પશુધન ની ચોરી

Whatsapp Join Banner Guj

રાજપીપલા ના (Rajpipla) ગ્રામ્ય વિસ્તારો માં તસ્કરો પુનઃ સક્રિય. થયા છે અને તેની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૦ ફેબ્રુઆરી
: પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ અગાઉ ગામડા માં ખેડૂતો ના ખેતરો માંથી ખેતી ના સાધનો ની અનેક ફરિયાદો થતા પોલીસે ગણતરી ના ક્લાકો માં ચોરો ની ગેંગ પકડી પાડી હાશકારો લીધો હતો પરંતુ ફરી.થી ગ્રામ્ય વિસ્તારો માં ચોરી ના. કિસ્સા બહાર આવ્યા છે.

નજીક ના ગોપાલ પુરા ગામ. રાજુભાઈ વલવી ના ઘર આંગણે મુકેલી બાઈક ની ચોરી ની ફરિયાદ ઉપરાંત માંગરોળ ગામ માં રહેતા શકુબેન પાટણવાડીયા ને ત્યાં તો રાત્રી દરમ્યાન પશુધન ની સાંકળો છોડી ગામ બહાર લઇ જઈ ટેમ્પો માં ચઢાવી ચોરટાઓ ચોરી લઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ફરિયાદો અંગે પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…રાજ્યમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો, હવામાન વિભાગે (Meteorological Department) કરી આગાહી