plazma donor Vidhi Khoyani Sports Teacher1 3 1

ત્રણ – ત્રણ વખત પ્લાઝમા ડોનેશન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરતી રાજકોટની વિધિ ખોયાણી

plazma donor Vidhi Khoyani Sports Teacher1 4 edited

કોરોનાના કપરા સમયમાં ત્રણ – ત્રણ વખત પ્લાઝમા ડોનેશન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરતી રાજકોટની વિધિ ખોયાણી

જુડોરેસલિંગ અને બોક્સિંગના ગોલ્ડ મેડલીસ્ટ એવા સ્પોર્ટ્સ ટીચર વિધિ ખોયાણી કહે છે, ‘‘શ્રમદાન કે આર્થિક યોગદાનથી કદાચ લોકોને મદદરૂપ બની ન શકીએ પણ પ્લાઝમાનું દાન આપીને અન્યોની જિંદગી જરૂર બચાવી શકીએ છીએ’’

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૦૭ નવેમ્બર: કહેવાય છે કે શુધ્ધ ભાવના સાથે કરેલા કાર્યનું પરિણામ હંમેશા સારૂં જ મળતું હોય છે, અને એ પરિણામ વ્યક્તિને ગૌરવ પણ અપાવતું હોય છે. કોરોનાની મહામારીના સમયમાં આવું જ ગૌરવ રાજકોટના સ્પોટર્સ ટીચર અને જુડો, રેસલિંગ તેમજ બોક્સિંગ જેવી રમતોમાં રાજયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા વિધિ ખોયાણીને પ્રાપ્ત થયું છે. વિધિએ માત્ર રમત – ગમત ક્ષેત્રે જ પોતાનું નામ અંકિત નથી કર્યું, પરંતુ તેની સાથો – સાથ ત્રણ – ત્રણ વખત પ્લાઝમાનું દાન કરી માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય દ્વારા રાજકોટની સતત ત્રણ વાર પ્લાઝમા દાન કરનાર મહિલા તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે.  

whatsapp banner 1

જુડો, રેસલિંગ અને બોક્સિંગમાં સ્ટેટ તેમજ જુડોમા નેશનલ રમી ચુકેલી વિધિ મજબૂત મનોબળ ધરાવતી સ્પોટર્સ ટીચર છે. સ્કૂલ સમયથી જ ચેમ્પિયન રહેલી વિધિ બાળકોને ખડતલ બનાવવાનું કામ કરે છે. કોરોના કપરા સમયમાં એક યા બીજી રીતે લોકોને મદદરૂપ બનવાની ભાવના વ્યક્ત કરતાં વિધિ જણાવે છે કે, આપણે શ્રમદાન કે આર્થિક યોગદાનથી કદાચ લોકોને મદદરૂપ બની ન શકીએ પણ પ્લાઝમાનું દાન આપીને તો અન્યોની જિંદગી જરૂર બચાવી શકીએ છીએ.

plazma donor Vidhi Khoyani Sports Teacher1 2 edited

સ્કૂલ અને કોલેજકાળમાં જુડોમાં યુનિવર્સટી ફર્સ્ટ રેન્ક ધરાવતી વિધિ કોરોના સમયમાં પણ રમતગમતમાં સતત વ્યસ્ત રહી ઓનલાઇન ક્લાસીસ ચલાવી બાળકોને ચુસ્ત રાખવાની ભૂમિકા ભજવી રહી છે. ૧૧ મી ઓગસ્ટના વિધિને કોરોના પોઝિટિવ આવતા તેણે ૧૪ દિવસ હોમ કોરેન્ટાઇન રહીને જ કોરોનાને પટકાવી દીધો હતો. એ સમયે જ તેણે દ્રઢ નિર્ધાર કર્યો હતો કે, મારે પ્લાઝમા દાન કરવું છે, અને તેના નિર્ધારને મૂર્ત સ્વરૂપ આપવા તેણે ૨૮ દિવસ બાદ પ્રથમ વખત તા.૪  ઓક્ટોબરના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું ત્યારે થોડી આશંકા હતી કે નબળાઈ આવી જશે, પરંતુ તેવું કઈ બન્યું નહીં. 

પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતી વિધિને ત્યારબાદ એટલો વિશ્વાસ આવી ગયો કે તેણે સતત ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું એટલું જ નહી મહિલાઓમાં પ્લાઝમાનું સર્વાધિક દાન આપી અનેક જિંદગી બચાવવામાં નિમિત્ત બનવાનું ગૌરવ પણ તેને પ્રાપ્ત થયું છે.

plazma donor Vidhi Khoyani Sports Teacher1 1 edited

શારીરિક શિક્ષણ માસ્ટર ડિગ્રીમાં પણ ગોલ્ડ મેડલ અને ડોક્ટરેટની પદવી ધારક રાજકોટની વિધિ પ્રથમ મહિલા છે કે જેઓએ સતત ત્રણ વખત પ્લાઝમા આપી ચુકી હોવાનું ડો. કૃપાલ જણાવે છે. ૧૫ દિવસ થતા તેણી સામેથી જ ફોન કરી પ્લાઝમા ડોનેશન કરવા માટે હંમેશા તૈયાર હોઈ છે.

plazma donor Vidhi Khoyani Sports Teacher1 3 1

વિધિનો આ માનવીય અભિગમ જોઈ આપણને હિન્દીના સુપ્રસિધ્ધ કવિ દુષ્યંત કુમારની કવિતાની એ પંક્તિઓ યાદ આવી જાય કે,

“सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।”

આ પણ વાંચો: